કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાજપના એ નેતાઓમાં શામેલ છે, જે પોતાની પાર્ટીની વિરુદ્ધમાં બોલવામાં અને ચોખ્ખેચોખ્ખું પરખાવી દેવામાં જરાં પણ પાછીપાની કરતા નથી.કોઈનાથી નથી ડરતા તેવા નેતાઓમાં તેમનો સમાવેશ થાય છે.આ જ કારણ છે કે, મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને તેઓ ચર્ચામાં રહેતા હોય છે.હાલમાં જ તેમણે કંઈક એવુ નિવેદન આપ્યુ છે,જેના પર ખૂબ ચર્ચા થઈ રહી છે.હકીકતમાં જોઈએ તો, નીતિન ગડકરી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સોમવારે રાજસ્થાનના જયપુરમાં એક કાર્યક્રમમાં હાજર થયા હતા.જેમાં સંસદીય લોકતંત્રને મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી.આ દરમિયાન ગડકરીએ કહ્યું કે, જે મુખ્યમંત્રી બને છે, તે પણ ટેન્શનમાં રહે છે, કેમ કે ખબર નહીં ક્યારે હટાવી દેવામાં આવે.
આ કાર્યક્રમ જયપુર વિધાનસભા પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સંસદીય પ્રણાલી અને જન અપેક્ષાઓ વિષય પર કાર્યશાળા હતી.આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન નીતિન ગડકરીએ આ નિવેદન આપ્યું હતું.જેમાં ગુજરાતની રાજનીતિથી જોડીને જોવામાં આવી રહ્યું છે.આ કાર્યશાળાનું આયોજન રાષ્ટ્રમંડળ સંસદીય સંઘની રાજસ્થાન શાખાએ કર્યું હતું. કાર્યક્રમમાં બંને નેતાઓએ કહ્યુ કે, આ સંસદીય લોકતંત્ર મજબૂત ત્યારે થશે, જ્યારે દેશની મજબૂતી થશે.
લોકતંત્રની મજબૂતી પર ભાર આપતા ગડકરીએ કહ્યુ કે, લોકોની ભાવનાઓ જીતીને આગળ આવવું તે જ લીડરશિપ છે. એક માણસ રિક્ષામાં કેટલાય લોકો બેસાડીને રિક્ષા ખેંચે છે.આ જોઈને મને દુખ થાય છે એટલા માટે ઈ રિક્ષાની શરૂઆત કરી.પણ અધિકારીઓએ તેને ખોટી ગણાવી. મામલો કોર્ટમાં ગયો.ત્યારે મેં કહ્યુ હતું કે, જો ગરીબો માટે કાયદો તોડવો પડે તો હું તે કરીશ.
આ કાર્યક્રમમાં સમાપનમાં તેમણે કહ્યુ હતું કે, આજકાલ દરેક લોકોને સમસ્યા છે.સૌ કોઈ દુખી છે. ધારાસભ્ય એટલા માટે દુખી છે, કારણ કે તે મંત્રી નથી બની શકતા.મંત્રી એટલા માટે દુખી છે કેમ કે તેને સારો વિભાગ નથી મળતો.સારા વિભાગવાળા એટલા માટે દુખી છે કેમ કે તેને મુખ્યમંત્રી નથી બનાવતા.જે મુખ્યમંત્રી બની ગયા છે તેમને એ વાતનું ટેન્શન છે કે, કોણ ક્યાં સુધી આ ખુરશી પર રહેશે, તેનો કોઈ ભરોસો નથી.
ગડકરીના આ નિવેદનને ગુજરાતના રાજકારણ સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.કેમ કે તાજેતરમાં વિજય રૂપાણીને મુખ્યમંત્રીના પદેથી હટાવીને ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવામાં આવ્યા છે.ત્યારે નીતિન ગડકરીના આ નિવેદનને ત્યાં જોડીને જોવામાં આવી રહ્યુ છે.


