નીતિન પટેલ પર ફેંકાયેલા જૂતા પર હવે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.પોલીસ તેને કોંગ્રેસનો કાર્યકર ગણાવી રહી છે,પણ રશ્મિન પટેલનો ભૂતકાળ ભાજપ સાથે જોડાયેલો છે.સવાલ છે કે રશ્મિન પટેલ કોણ છે
વડોદરા :હાલ ચાલી રહેલી પેટાચૂંટણીની સંદર્ભે કરજણ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા ગયેલા નાયબ મુખ્યમંત્રી પર તાજેતરમાં જૂતુ ફેંકાયું હતું.ત્યારે આખરે આ શખ્સ પકડાયો છે.શિનોરના રહેવાસી રશ્મિન પટેલ દ્વારા નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું છે.ત્યારે પોલીસે રશ્મિન પટેલની ધરપકડ કરી છે.પરંતુ ચોંકાવનારી માહિતી એ સામે આવી કે,રશ્મિન પટેલ પૂર્વ ભાજપી કાર્યકર છે અને હાલ કોંગ્રેસ સાથે જોડાયેલો છે.રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. ભાજપે જ તેને 2010 થી 2013 દરમિયાન કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો.તેમજ રશ્મિન પટેલના પત્ની રશ્મિ પટેલ શિનોર ગ્રામ પંચાયતમા સરપંચ પણ રહી ચૂક્યા છે.ભાજપના જુથવાદના કારણે રશ્મનિ પટેલે જૂતુ ફેકાયુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
નીતિન પટેલ પર ફેંકાયેલા જૂતા પર હવે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.પોલીસ તેને કોંગ્રેસનો કાર્યકર ગણાવી રહી છે,પણ રશ્મિન પટેલનો ભૂતકાળ ભાજપ સાથે જોડાયેલો છે.સવાલ છે કે રશ્મિન પટેલ કોણ છે.આ ઘટના પાછળ કોણ માસ્ટરમાઈન્ડ છે.
ભાજપે કોંગ્રેસ અને કોંગ્રેસે ભાજપ પર કર્યા હતા આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે,આ ઘટનાના પગલે કોંગ્રેસે કહ્યું હતું કે,જે સ્થળે જુતુ ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા.અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે તમારી જ પાર્ટીમાં અસંતોષ છે.તેમણે જ આ કૃત્ય કર્યું હશે.તો નીતિન પટેલે કહ્યું હતું કે,આ બધું કરવાથી કંઈ નહીં થાય,આ કૃત્ય વિરોધીઓનું જ છે.આજે મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું નીતિન પટેલ પર જુતુ ફેંકનાર કોંગ્રેસી જ હશે.


