નવી દિલ્હી : મહારાષ્ટ્ર પોલીસે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પદાધિકારી નુપૂર શર્માને મહંમદ પયગમ્બર મામલે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન મામલે નોંધાયેલા કેસમાં તેમનું નિવેદન નોંધવા 22 જૂને હાજર થવા સમન્સ પાઠવ્યા છે.જોકે બીજી બાજુ તેમને જાનથી મારી નાખવાની મળી રહેલી ધમકીને જોતાં દિલ્હી પોલીસે તેમને સલામતી પૂરી પાડી છે.બીજી બાજુ નુપૂરે કહ્યું છે કે તેઓ પાર્ટીના નિર્ણયને સ્વીકારે છે અને તેને સન્માન આપે છે.બીજી બાજુ વિરોધ પક્ષ શર્મા સામે આકરા કાનૂની પગલાની માગણી કરી રહ્યું છે.તેનો આક્ષેપ છે કે સત્તારૂઢ ભાજપ તેના નફરતના રાજકારણ થકી ભારતની શાખને નુકસાન પહોંચાડી રહ્યું છે.
જોકે ભાજપના ટોચના પદાધિકારીઓ આ મામલે હાથ અધ્ધર કરી રહ્યા છે.કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે શર્મા સરકારમાં નથી તેથી આ વિવાદની એનડીએ સરકારને કોઇ અસર થઇ નહતી. થાણેની મુબ્રા આ ઉપરાંત પોલીસે પાયધૂની પોલીસ સ્ટેશનમાં એક અન્ય એફઆઇઆર મામલે ટીવી ડિબેટમાં તેમના દ્વારા કરાયેલા કથિત વાંધાજનક નિવેદનોની વીડિયો ક્લિપ સુપરત કરવા ન્યૂઝ ચેનલને કહ્યું છે.દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું છે કે શર્મા અને તેમના પરિવારને પોલીસની સલામતી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પોલીસે મહમંદ પયગમ્બર સામે કથિત અપમાનજનક નિવેદનો મામલે ભાજપે નુપૂર શર્માને સસ્પેન્ડ કર્યા છે તો દિલ્હી યૂનિટના મીડિયા વડા નવીન કુમાર જિન્દાલની પક્ષમાંથી જ હકાલપટ્ટી કરી છે.

