સુરત : ભાજપ પ્રવકતા નૂપુર શર્માના વિવાદીત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડયા છે.જે અંતર્ગત સુરતમાં પણ નૂપુર શર્માના ફોટા પર બુટની છાપવાળા પોસ્ટર છપાડાવી તેને રોડ પર ચોંટાડતા હોવાનો વિડીયો વાયરલ કરી તેમજ પોસ્ટર ઓછા પડતા પોસ્ટર છાપનારને યુ.પી ઔર ઝારખંડ જેસા કરના હૈ તેવો મેસેજ કરી વધુ પોસ્ટર છાપવાનો ઓર્ડર આપી સુરતમાં કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરનાર પાંચને પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યા છે.
સુરત શહેરમાં કોમી હિંસા ભડકાવવા અંગેનો એક વિડીયો ગત રોજ અઠવાલાઇન્સ પોલીસને મળ્યો હતો.વિડીયોમાં તાજેતરમાં ભાજપ પ્રવકતા નૂપુર શર્મા દ્વારા વિવાદીત નિવેદન કરવાને પગલે દેશભરમાં થઇ રહેલા વિરોધ અંતર્ગત સુરતમાં પણ નૂપુરના ફોટા ઉપર બુટની પ્રિન્ટવાળા પોસ્ટર રોડ પર ચોંટાડતા નજરે પડયા હતા.આ ઉપરાંત મુસ્લિમ સમાજને ઉશકેરવા માટે જુદા-જુદા વ્હોટ્સએપ ગૃપમાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો.આ વિડીયો નાનપુરા કાદરશાની નાળનો હોવાનું જણાતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને વિડીયોમાં નજરે પડતા મોહમંદ તૌફીક મોહમંદ રફીક શેખ(રહે.ચાંદ સુબેદાર બિલ્ડીંગ,નાનપુરા,સુરત),સદ્દામ રઉફ સૈયદ(રહે.જમાલશા મહોલ્લો,કાદરશાની નાળ,નાનપુરા,સુરત)અને ઇમરાનખાન હબીબખાન પઠાણ(રહે.હિમાલયા હાઉસ,નાનપુરા,સુરત)ની ધરપકડ કરી હતી.
આ ત્રણેયના મોબાઇલમાંથી ઉશકેરણી જનક વિડીયો ઉપરાંત 40-50 પોસ્ટર છાપે ઉસે કામ નહીં હુઆ,અબ જ્યાદા છપાને પડેંગે,યુ.પી ઔર ઝારખંડ જેસા કરનાર હે તેવા મેસેજ મળ્યા હતા.પોલીસ તપાસમાં મજૂરા ગેટના શંખેશ્વર કોમ્પ્લેક્ષમાં ઇમરાન પાસે પોસ્ટર છપાવ્યા હોવાનું બહાર આવ્યું છે.જયારે નૂપુર શર્માના વિરોધ થકી શહેરમાં કોમી હિંસા ભડકાવવા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરનરા શાહરૂખ સલીમ ખાન(રહે.મલબારી સાહેબનો ટેકરો,નવસારી બજાર,સુરત)અને શેર મોહમદ તાજ મોહમદ અંસારી(રહે.હિમાલયા હાઉસ,નાનપુરા અને કોસાડ આવાસ)ની ધરપકડ કરી હતી.આ તમામને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવી પૂછપરછ કોમી હિંસા ભડકાવવા પાછળના પદડા પાછળ કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે.

