ઇન્ડોનેશિયા અને મલેશિયાના હૅકર્સે ભારતની વિરુદ્ધ સાઇબર વૉરની શરૂઆત કરી યગંબર મોહમ્મદ વિશે બીજેપીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ કમેન્ટના મામલે અમદાવાદના સાઇબર ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે.અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવા અનુસાર નૂપુર શર્માની કમેન્ટ્સને લઈને ઇન્ડોનેશિયા અને મલેશિયાના હૅકર્સે ભારતની વિરુદ્ધ સાઇબર વૉરની શરૂઆત કરી છે.આ હૅકર્સે દુનિયાભરના મુસ્લિમ હૅકર્સને પણ એમ કરવા જણાવ્યું છે.આ બાબતે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડોનેશિયા અને મલેશિયાની સરકારને પત્ર લખ્યો છે.અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે મલેશિયાનું હૅકર ગ્રુપ ડ્રૅગન ફોર્સ મલેશિયા અને ઇન્ડોનેશિયાનું હેક્ટિવિસ્ટ ઇન્ડોનેશિયાએ ભારત વિરુદ્ધ સાઇબર વૉર શરૂ કરી છે.આ હૅકર્સે બે હજારથી વધારે વેબસાઇટ હૅક કરી છે.
નોંધપાત્ર છે કે તાજેતરના દિવસોમાં હૅકિંગની અનેક ઘટનાઓ બહાર આવી છે જેમાં હૅકર્સે નૂપુર શર્માના ઘરના લોકેશન સહિત અનેક મહત્ત્વની જાણકારીઓ જાહેર કરી છે.એ સિવાય આસામની એક લોકલ ચૅનલમાં લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન હૅકર્સે પાકિસ્તાનનો ધ્વજ બતાવ્યો હતો.ઝારખંડના રાજ્યપાલનું ટ્વિટર અકાઉન્ટ પણ હૅક કરવામાં આવ્યું હતું.