દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.નોર્થ ઈસ્ટમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે સંક્રમણ.ત્રિપુરામાં નાઈટ કર્ફ્યૂનુ ઉલ્લંઘન કરવામાં લગ્નો ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.જ્યાં પશ્ચિમ ત્રિપુરાના કલેક્ટર એક મેરેજ હોલમાં ઘૂસ્યા, આ દરમિયાન કલેક્ટર સાહેબ એટલા ગુસ્સામાં હતો કે,તેમણે વરરાજાને પણ છોડ્યો નહીં.તેને ધક્કો મારી હડધૂત કરી મેરેજ હોલમાં તતડાવ્યો હતો.સાથે જ કલેક્ટર સાહેબે મેરેજ હોલને પણ સીલ મારી દીધુ હતું.કલેક્ટરના આ પ્રકારના કારનામાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જે રીતે બતાવામાં આવ્યુ છે તેમાં ત્રિપુરાના ડીએમ શૈલેશ કુમાર યાદવ એક લગ્ન સમારંભમાં પોતાની ફોઝ સાથે ઘૂસી આવ્યા હતા.કલેક્ટર અહીં ખૂબ ગુસ્સામાં જોવા મળ્યા હતા.આ દરમિયાન કોવિડ પ્રોટોકોલનો ઉલ્લંઘન કરતા લોકોને ત્યાંથી ભગાવ્યા હતા.એટલુ જ નહીં કલેક્ટરે વરરાજાને પણ તતડાવ્યો હતો.કલેક્ટરે અહીં કેટલાય લોકો સાથે અભદ્રતા પણ કરી હતી. આ રેડમાં તેમને નિમ્ન કક્ષાની ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.
કલેક્ટરે અહીં મહામારી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરતા 30 લોકોની ધરપકડ કરી હતી.જો કે, બાદમાં તમામ લોકોને છોડી મુકવામાં આવ્યા હતા.લગ્ન સમારંભમાં કલેક્ટરની આ પ્રકારની જોહુકમી ભરી કાર્યવાહી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.લોકો આ કલેક્ટર પર બરાબરનો ગુસ્સો ઉતારી રહ્યા છે.આ ઘટના વાયરલ થયાં બાદ મુખ્યમંત્રી વિપ્લવ દેબના મુખ્ય સચિવે કલેક્ટરને આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા જણાવ્યુ છે.સાથે જ કલેક્ટરે તો ત્યાં સુધી કહ્યુ હતું કે, લોકોની ભાવનના ઠેસ પહોંચાડવા માટે આવુ નથી કર્યું.

