દિલ્હી : નેપાળમાં પોખરાથી જોમસોમ જઈ રહેલું પેસેન્જર વિમાન ગુમ થઈ ગયું છે.આ પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 22 લોકો સવાર હતા,જેમાં ચાર ભારતીયો હોવાનું કહેવાય છે.એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે સવારે 10.07 વાગ્યાથી વિમાન સાથે કોઈ સંપર્ક થયો નથી.નેપાળી મીડિયાના મતે આ વિમાને સવારે 9 કલાકને 55 મનિટ પર પોખરાથી ઉડાન ભરી હતી.તેણે 10 કલાકને 20 મિનિટ પર લેન્ડ કરવાનું હતું. જોકે 11 વાગ્યા પછી અત્યાર સુધી વિમાન સાથે સંપર્ક થઇ શક્યો નથી.આ ટ્વિન એન્જીન એરફ્રાફ્ટ છે.જે વિસ્તારમાં છેલ્લો સંપર્ક થયો હતો ત્યાં હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે.છેલ્લો સંપર્ક લેટે પાસ પર હતો.ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હજુ સુધી ગુમ થયેલા પ્લેન વિશે કંઈ જાણવા મળ્યું નથી.આ પેસેન્જર પ્લેનમાં 13 નેપાળી,ચાર ભારતીય,બે જર્મન અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા.તારા એર અનુસાર,પ્લેનમાં સવાર ચાર ભારતીયોના નામ કુમાર ત્રિપાઠી,ધનુષ ત્રિપાઠી,રિતિકા ત્રિપાઠી અને વૈભવી બાંદેકર છે.તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પણ પ્લેન ગુમ થયાની પુષ્ટિ કરી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે,મંત્રાલયે ગુમ થયેલા વિમાનને શોધવા માટે મસ્ટેંગ અને પોખરાથી બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.સર્ચ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.