પટના, તા. 16 સપ્ટેમ્બર 2020 બુધવાર
બિહારમાં આજે સવારે નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા.બિહારના સહરસા,પૂર્વ ચંપારણ,મુઝફ્ફરપુરમાં ધરા ધ્રુજી.સવારે 5:04 વાગે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
કાઠમંડૂ પાસે 10 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું. જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ પોતાની એક ટ્વીટમાં કહ્યું કે પાલના સિંધુપલચોક જિલ્લામાં આજે સવારે 5:19 વાગે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.નેપાળના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા.
નેપાળમાં તીવ્ર આંચકા અનુભવાયા છે.નેપાળની રાજધાની કાઠમાંડુમાં બુધવારે સવારે 5.4 કલાકે તીવ્ર આંચકા આવ્યા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી.
ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી 50 કિમી પૂર્વમાં હોવાનુ સામે આવી રહ્યુ છે. વારંવાર ભૂકંપનાં આંચકાથી લોકો ખૂબ ડરી ગયા છે.જો કે આ ભૂકંપથી કોઈ જાન-માલ ગુમાવવાનાં સમાચાર નથી.આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેપાળમાં 2015 નાં ભૂકંપથી ભયંકર વિનાશ સર્જાયો હતો.એ ભૂકંપમાં 900 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

