-નોઈડાના સેક્ટર 81 સ્થિત સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં કામ શરૂ
નોઈડા,
કોરોના વાયરસથી ઝઝૂમી રહેલા નોઈડામાં ધીમે-ધીમે જીવ જીવન ફરીથી ધબકતું થઈ રહ્યું છે.નોઈડાના સેક્ટર 81 સ્થિત સેમસંગ ઈલેક્ટ્રોનિક પ્લાન્ટમાં કામ શરૂ થઈ ગયું છે.શુક્રવારે 3000 મજૂરોનની સાથે કંપનીએ કામ શરૂ કર્યું. તમામ કર્મચારીઓને બસો દ્વારા ફેક્ટ્રીમાં લાવવામાં આવ્યા હતા.
સરકારે લોકડાઉન-3.0 માં થોડા કર્મચારીઓની સાથે ફેકટ્રીના સંચાલનની મંજૂરી આપી છે.35 એકરમાં ફેલાયેલી આ ફેક્ટ્રીનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને કર્યું હતું.આ દુનિયાની સૌથી મોટી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે.
ગ્રેટર નોઈડા ઓથોરોટીએ ગુરુવારે 195 કર્મચારીઓ અને 51 બિલ્ડરોને કામની મંજૂરી આપી હતી.અહિંયા અત્યાર સુધી કુલ 417 કંપનીઓ અને 92 બિલ્ડરોને કામની મંજૂરી આપી મળી છે.ડેડિકેટિડ ફ્રેડ કોરિડોર અને ઓપ્પો મોબાઈલ કંપનીને કામની મંજૂરી મળી ગઈ છે.


