ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના સામે આવી છે,જેના વિશે સાંભળીને તમે બે ઘડી વિચાર કરતા રહી જશો.ગ્રેટર નોઈડામાં કામ કરતી એક નોકરાણીના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે,જેમાં નોકરાણી ઘરમાં કચરા-પોતું કરવા માટેની ડૉલમાં પેશાબ કરી ત્યારબાદ તે જ પાણીથી ઘરમાં પોતું કરતી જોવા મળે છે
ડૉલમાં પેશાબ કરી નોકરાણી ઘરમાં પોતું કરતી
ગ્રેટર નોઈડામાં આવેલી અજનારા હોમ્સ સોસાયટીમાં કામ કરનારી એક નોકરાણીની પાણીમાં પેશાબ કરીને પોતા લગાવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.બિસરખ પોલીસ સ્ટેશનમાં નોકરાણી સબીના ખાતૂન વિરુદ્ધ ઘર માલિકે ફરિયાદ નોંધાવી હતી.તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.સોસાયટીમાં કામ કરનારી નોકરાણી સબીના ખાતૂનની કરતૂત ફ્લેટમાં લાગેલા CCTVમાં કેદ થઈ છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 30 સેકન્ડના વાયરલ થયેલા વીડિયોના ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે, નોકરાણી સબીના ખાતૂન કોમન એરિયામાં પોતુ લગાવી રહી હતી.એ પછી તે ડોલમાં પેશાબ કરીને પોતુ ડૉલમાં ધોવે છે.એ જ પાણી વડે ઘરના દરેક હિસ્સામાં પોતું મારે છે.
નોકરાણી પર ઘર માલિકને પહેલાથી શંકા હતી
ફરિયાદી ઘર માલિકને નોકરાણી સબીન ખાતૂન પર છેલ્લા ઘણા સમયથી શંકા હતી.જેથી ઘર માલિકે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.જેથી સબીના કામ ચોરી કરે છે કે નહીં તેની દરેક હરકત જોઈ શકાય.પરંતુ, જયારે નોકરાણીની આ કરતૂત સીસીટીવીમાં ઘર માલિકે જોઈ તો તેમના પણ હોશ ઉડી ગયા અને તેમણે પોલીસ ફરિયાદ કરી દીધી.જોકે નોકરાણી આવું શા માટે કરતી હતી તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

