આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.ત્યારે કરજણનાં પોર-ઇટલા સત્તાધારી પક્ષના કાર્યકરો મતદારોને રૂપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતા બહોય તેવો વીડિયો વાયરલ થયો છે.જે અંગે કૉંગ્રેસે ગુજરાત ભાજપ પર સનસનીખેસ આક્ષેપ કર્યો છે.જે બાદ ચૂંટણી પંચે આ વીડિયોનાં તપાસનાં આદેશ આપ્યા છે.આ સાથે જિલ્લા કલેકટરે રિપોર્ટ માંગ્યો છે.કરજણ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ અંગે ઉમેદવાર નિવેદન આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
આ વીડિયોને કોઇ સમર્થન નથી કરતા.આ વીડિયોમાં કેટલાક રિક્ષામાં બેઠેલા લોકોને રૂપિયા આપીને કમળનું બટનદબાવવાનું,ભાજપને મત આપજોનું કહેતા સંભળાય છે. જ્યારે આ વીડિયો અંગે કૉંગ્રેસ અને ભાજપ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે.કરજણ પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી છે.આ ત્રણ જણ પાસેથી 57 હજાર રોકડા અને ગાડી મળી છે.
નોંધનીય છે કે,રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી,ગઢડા,ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડિયા,પ્રવીણ મારૂ,મંગળ ગાવિત,સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યાં હતાં.ત્યાર બાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ,કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં,જેના પગલે 8 બેઠક પર આવતીકાલે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
આ વાયરલ વીડિયો અંગે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે,કોંગ્રેસ હારે ત્યારે તેનું ઠીકરુ ભાજપ પર ફોડે છે.વીડિયોના આક્ષેપ પાયાવિહોણા છે.કોંગ્રેસ 30 વર્ષથી આવુ જ કરે છે.અમે માઈક્રો પ્લાનિંગ કરીને પેજ કમિટી સુધી પહોંચ્યા છે,કોંગ્રેસ બૂથ સુધી પણ પહોંચી નથી.કોગ્રસના આ ગતકડા વંશપરપરા હશે.આ સાથે જ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ તમામ 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. તેઓએ કહ્યુ કે, ગઢડા સહિત તમામ બેઠકો પર પેટા ચૂંટણીના પ્રમાણે સારું મતદાન થઈ રહ્યું છે. સુરતથી પણ મતદારો મતદાન કરવા આવ્યા છે.વિસ્તાર પ્રત્યેની તેમની લાગણી અને વિકાસની આશાના આધારે મતદાન કરશે.કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા વીડિયો વાયરલ કરી આરોપ લગાવે છે,પૈસા આપવાથી મતદારો મત આપતા હોત તો આર્થિક સંપન્ન ઉમેદવારો ક્યારેય ચૂંટણી ના હારતા. ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના આધારે મત મળશે અને તમામ 8 બેઠકો જીતીશું.
કોંગ્રેસના ઉમેદવાર રોકડા રૂપિયા સાથે પકડાયા
તો બીજી તરફ, કરજણ વિધાનસભા પેટા ચૂંટણીની આગલી રાત્રે મતદારો રીઝવવા માટે રૂપિયાની લ્હાણી કરવા નીકળેલ 2 શખ્સોની ધરપકડ કરાઈ છે. કરજણ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર મિત પટેલ સહિત અન્ય 2 સામે ગુનો નોંધાયો છે.પોલીસે 57000 રૂપિયા રોકડા તેમજ ગાડી ઝડપી પાડી છે.તો બીજી તરફ, સમગ્ર ઘટનામાં કોંગ્રેસ ઉમેદવારના ટેકેદાર મિત પટેલ ફરાર થયા છે.પોલીસે રૂપા ગામ પાસેથી બે કાર્યકરોની ધરપકડ કરી છે.સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના કાર્યકરોની ધરપકડ કરાઈ છે.પોલીસ પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન આ આરોપીઓ પકડાયા છે.મિત પટેલ પાસેથી મતદારોને રૂપિયા વેચવા લાવ્યા હોવાની બંનેએ કબૂલાત કરી હતી.પોલીસે હાલમાં બંને આરોપીઓને પકડી વધુ તપાસ શરૂ કરી છે.