અનેક કરદાતાએ હજુ સુધી આઇટીને જવાબ આપ્યો નથી
નોટબંધીના સમયમાં જૂની નોટોના મુદે મોટી ઊથલપાથલ થઇ હતી ઘણા લોકોએ મોટી રકમના નણાકીય વ્યવહાર જુની નોટોથી કર્યા હતાં. આ વ્યવહારો અંતર્ગત હવે આઇટી વિભાગ પુછપરછ કરી રહ્યુ છે. નોટબંધી સમયે જેમણે બેન્ક અને શેરબજારમાં મોટી સંખ્યામાં વ્યવહારો કર્યા છે આ બધાને આયકર વિભાગે નોટીસ આપી જવાબ માગ્યો છે. અને કરદાતાઓએ આ નોટીસને અવગણી હોવાનું આયકર વિભાગના ધ્યાને આવ્યું વિભાગની નોટીસ પ્રત્યે બેદરકારી દાખવીને અનદેખી કરનારા કરદાતાઓને તેમની આ બેદરકારી ભારે પડશે. કારણ કે, જે લોકોએ આયકર વિભાગની નોટીસનો જવાબ નથી આપ્યો અકીલા તેમના બેન્ક એકાઉન્ટ સીઝ કરવાનું લેવાનું શરૂ કર્યુ છે. આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વર્ષે આયકર વિભાગને આપેલો ટાર્ગેટ પુરી કરવાની સમસ્યા છે. જેના કારણે વિભાગ દ્વારા કરાયેલા સર્વે સાથે એડવાન્સ ટેકસની વસુલાત પણ શરૂ કરાઇ છે. બેન્ક ખાતાના આધારે આયકર વિભાગ તમામ માહિતી મેળવી રહી છે તે મુજબ નાણા કયાંથી આવ્યા, જેમના નામે કનિદૈ લાકિઅ બેન્ક કે શેરબજારમાં જે વ્યવહાર થયા તે બધાની વિગતો મેળવાઇ રહી છે. આ વિગતોના આધારે જે તે વ્યકિત પાસેથી ટેકસની વસુલાત કરાશે. બાકી રકમની ડીમાન્ડ વસુલવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ થયા હોવાનું જાણવા મળે છે. આયકર વિભાગે કરદાતા સામે કાર્યવાહી શરૂ કરી છે. કરદાતાઓનું કહેવું છે કે તેમને કનિદૈ લાકિઅ જે નોટીસ મળી છે તે ઇ-મેલથી મળી છે જેના કારણે તેમને ખબર ન હતી અને તેઓ સમયસર જવાબ આપી શકયા નથી. પરંતુ આયકર વિભાગ આ મુદે ઘટતું કરવા તૈયાર નથી. જેના કારણે બેન્કના ખાતાઓ ટાંચમાં લેવાની શરૂ કરી દેવાયું હોવાનું જાણવા મળે છે. વિભાગની નોટીસ મળેથી કરદાતાએ ઉદાસીનતા દાખવ્યા વગર નોટીસમાં જણાવેલ વિગતનો જવાબ સમયસર આપવો પડશે. નહીંતર તેમના બેન્ક ખાતા ટાંચમાં લેવાઇ જશે.