– પાલિકાની ચૂંટણીમાં વિરોધીઓનો એકડો નીકળે તેવી સ્થિતિ
– કોન્સ્ટેબલથી પ્રદેશ પ્રમુખ સુધીની સફરમાં અનેક વમળો આવ્યા
સુરત : પહેલી વખત એક નોન-ગુજરાતી ને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ તરીકેનું સ્થાન મળતાં હવે રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે.અને પહેલી વખત સ્વ. કાશીરામ રાણા પછી દક્ષિણ ગુજરાતના ચેહરાને પ્રદેશ લેવલ પર સ્થાન આપવામાં આવ્યું છે.સુરત સાથે દક્ષિણ ગુજરાતના રાજકારણ પર તેની સ્વભાવિક સીધી અસર પડશે.સી.આર.પાટીલને આ સ્થાન મળશે તેવી વિરોધી ખેમામાં કલ્પના પણ ન હતી તેથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં વિરોધી જૂથનો એકડો નીકળી જાય તેવી સ્થિતિ છે,સી.આર. તમામ મોરચે હવે પોતાના ખેમાના માણસોને સાચવશે તે નક્કી છે. રાજકિય વિશેષજ્ઞો મુજબ પક્ષના સોંપાતા આવેલા મોટાભાગના તમામ કામો ને પોતાની પક્ષની ફેવરમાં લાવવા સી.આર.પાટીલ સક્ષમ સાબિત થયા છે.તેને સોંપવામાં આવેલી 2014માં વારાણસી લોકસભા ઇલેક્શનની તેમજ ગંગા સફાઈ અભિયાનની જવાબદારી આ બંને જવાબદારીઓ સુપેરે સુપેરે પાર પાડી હતી.તેનો આજે સી.આર.ને જાણે રીવોર્ડ મળી ગયો છે.!
સાંસદ સી.આર.પાટીલની સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ કોન્સ્ટેબલ બાદથી તેમની રાજકીય કારકિર્દી ની સફર પણ ઘણાં વમળો માં સપડાઈ જેલવાસ ની પણ નોબત આવી અને વિરોધીઓની લોબી પણ વધૂ બનતી ગઈ,મહારાષ્ટ્રના વતની છતાં સુરતને કર્મભૂમિ બનાવી સી.આર.પાટીલ પક્ષને વફાદાર રહી સતત સતત કામ કરતા રહ્યાં,કાયમ શહેરહિતના પ્રશ્ને આગળ રહી મજબૂત સ્ટેન્ડ લેતાં આવ્યા છે.


