નો એન્ટ્રી સિકવલમાં સલમાનનો ટ્રિપલ રોલઃ દસ હિરોઈનો હશે

HM News
1 Min Read

મુંબઇ : સલમાન ખાનની નો એન્ટ્રી ફિલ્મની સિક્વલની ચર્ચા શરુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં સલમાન ટ્રીપલ રોલમાં હશે અને ફિલ્મમાં કુલ દસ હિરાઈનો હશે એવી વાત બહાર આવી રહી છે. સલમાનના પોતાના ત્રણ રોલ ઉપરાંત ફરદીન ખાન અને અનિલ કપૂર પણ આ ફિલ્મમાં રિપીટ થવાના છે.તેમની પણ હિરોઈનોને સાથે ગણતાં કુલ ૧૦ એકટ્રેસને આ ફિલ્મમાં ચાન્સ મળશે.સલમાન ખુદ સ્ટાર કાસ્ટ ફાઈનલ કરવા પર ધ્યાન આપી રહ્યો છે.સલમાનની આ ફિલ્મ સાથે ક્રિતી સેનોન,દિશા પટાણી,પૂજા હેગડે,રશ્મિકા મંદાના,કિયારા અડવાણી,વાણી કપૂર,મૌની રોય,ક્રૃતિ ખરબંદા અને ઇલિયાના ડિક્રુઝ જેવી ૯ હસીનાઓના નામ જોડાઇ ચુક્યા છે.

જોકે આમાંથી કેટલી અભિનેત્રીઓ વિશે આખરી નિર્ણય લેવાઈ ગયો છે તે હવે જાણવા મળશે.બીજી તરફ ૨૦૦૫ની મૂળ ફિલ્મ નો એન્ટ્રીમાં જોવા મળી ચુકેલી બિપાશા બાસુ,લારા દત્તા,ઇશા દેઓલ અને સેલિના જેટલી આ સિકવલનો હિસ્સો નહીં હોય.જોકે આ ફિલ્મનું શૂટિંગ શરૃ થતા હજી સમય લાગવાનો છે.પહેલા એવી વાત ચગી હતી કે અનિસ બઝમી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો નથી.પરંતુ પછીથી અનિસે આ વાતને અફવામાં ખપાવી હતી.સલમાન હાલ કભી ઈદ કભી દિવાલી અને ટાઈગર થ્રીમાં વ્યસ્ત છે.તે પછી આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ શકે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *