– ન્યૂયોર્કમાં રોજ ૫૦૦થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે : કુલ ૭૫૦૦થી વધુના થયા છે મોત
ન્યૂયોર્ક તા. ૧૧ : કોરોનાથી અમેરિકામાં મોતનો આંકડો અકિલા સતત વધી રહ્યો છે.ન્યૂયોર્કમાં હાલત બેકાબુ છે.વિશ્વના સુપરપાવર ગણાતા અમેરિકામાં ૧૮૦૧૬ લોકોના મોત થયા છે. ન્યૂયોર્કથી બિહામણી તસ્વીરો મળી છે.અહિં રોજ ૫૦૦થી વધુ મોત સામાન્ય બાબત બની છે.પરિસ્થિતિ એવી છે કે કબ્રસ્તાન ભરાઇ ચુકયા છે અને મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે.સોશ્યલ મીડિયામાં ન્યૂયોર્કની આ તસ્વીરો વાયરલ થઇ રહી છે. હાર્ટ દ્વીપ પર લાશોના ઢગલા છે.અહિં લાવારીસ લાશોની દફનવિધિ થઇ રહી છે.આ માટે મોટી મોટી કબર ખોદવામાં આવી રહી છે.સપ્તાહમાં પાંચ દિવસ મશીનોથી કબર ખોદવામાં આવી રહી છે. જેમાં સીડી લગાવી ઉંડી સામૂહિક કબરોમાં તાબુત ઉતારવામાં આવી રહી છે.