વેલિંગ્ટન,તા.૨૩
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટન મેદાનમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની સ્થિતિ ખુબ જ મજબૂત છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમને જોરદાર ઝાટકો વાગ્યો છે. તેમનો ઓપનર બેટ્સમેન ટૉમ બ્લંડેલ ખભામાં થયેલ ગંભીર ઇજાના કારણે બે દિવસ સુધી ડોક્ટરની દેખરેક હેઠળ રહેશે. માત્ર એટલું જ નહી, ટૉમ બ્લંડેલ મેચના ત્રીજા દિવસે ફિલ્ડીંગ કરવા માટે મેદાન પર જોવા નહી મળે.
આઇસીસી અનુસાર ટૉમ બ્લંડેલને મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમ વિરૂદ્ધ ફિલ્ડીંગ કરતા સમયે ઇજા થઇ હતી. જોકે, તેના પછી તેણે મેચ રમી અને ટીમ માટે ઓપનિંગ પણ કરી હતી. પરંતુ હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એ વાતની જાહેરાત કરી દીધી છે કે ટૉમ બ્લંડેલ મેચના ત્રીજા દિવસે ફિલ્ડીંગ કરવા માટે ઉતરશે નહી.
ટૉમ બ્લંડેલની બેટિંગના યોગદાનની વાત કરીએ તો ટીમના બનેવેલા ટોટલ ૩૪૮ રનમાથી તેનું યોગદાન ૩૦ રનનું હતું.
ન્યૂઝીલેન્ડ બેટ્સમેન ટોમ બ્લંડેલને ખભામાં ઇજા
Leave a Comment