By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ન્યૂયોર્ક કોરોનાનું એપીસેન્ટર બનતા ડિઝાસ્ટર જાહેર, ઇટલીમાં મોતનો આંકડો જાણી સ્તબ્ધ થઇ જશો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ન્યૂયોર્ક કોરોનાનું એપીસેન્ટર બનતા ડિઝાસ્ટર જાહેર, ઇટલીમાં મોતનો આંકડો જાણી સ્તબ્ધ થઇ જશો
GeneralInternational

ન્યૂયોર્ક કોરોનાનું એપીસેન્ટર બનતા ડિઝાસ્ટર જાહેર, ઇટલીમાં મોતનો આંકડો જાણી સ્તબ્ધ થઇ જશો

HM News
Last updated: 22/03/2020 10:15 AM
HM News
5 years ago
Share
NEW YORK, USA - MARCH 20: People are seen with face mask in New York City, United States on March 20, 2020. Gov. Andrew Cuomo warns the New Yorkers to stay indoors as much as possible and ordering all non-essential businesses to keep their workers home as the number of confirmed coronavirus cases in the state reached almost 8,000. (Photo by Tayfun Coskun/Anadolu Agency via Getty Images)
SHARE

। વોશિંગ્ટન ।

અમેરિકા સહિત આખા વિશ્વમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. અમેરિકાનાં કેટલાક રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા ૭ કરોડથી વધુ લોકો ઘરમાં પૂરાયા છે. વ્હાઈટ હાઉસમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાતા કડક પગલાં લેવાયા છે. અમેરિકામાં ન્યૂ યોર્ક કોરોનાનું એપી સેન્ટર બનતા ટ્રમ્પે હોનારતની સ્થિતિ જાહેર કરી છે. અહીં ૭૧૦૨થી વધુ લોકોને સંક્રમણ થયું છે. ૩૮થી વધુ લોકોનાં મોત થયા છે. કોલંબિયામાં આખા દેશનાં લોકોને ૨૧ દિવસ ફરજિયાત આઈસોલેશનમાં રહેવાનો આદેશ અપાયો છે.

કેલિર્ફોિનયા પછી ઈલિનોઈસ અને ન્યૂ યોર્કને પણ લોકડાઉન જાહેર કરવામાં આવતા ૭ કરોડ લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવું પડે છે. લોકોની અવરજવર નિયંત્રિત કરાઈ છે અને અનિવાર્ય સંજોગો સિવાય કોઈને બહાર નીકળવા દેવાતા નથી. લકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ન્યૂ યોર્ક, લોસ એન્જલસ અને શિકાગો ઉપરાંત સાન ડિએગો અને સાન ફ્રાન્સિસ્કોને પણ લોકડાઉન કરાયા છે. કનેક્ટિકટ, પેન્સિલ્વેનિયા અને નેવાડામાં પણ લોકડાઉન જાહેર કરાયું છે.

અમેરિકાનાં ૩૫ રાજ્યોમાં ૨૨,૧૩૨ લોકો કોરોનાની ચપેટમાં છે અને મૃત્યુઆંક ૨૮૨ને વટાવી ગયો છે. લોકોને ગ્રોસરી અને દવાઓ ખરીદવા જ બહાર જવાની છૂટ અપાય છે. આર્મીમાં ભરતીની કામગીરી બંધ કરાઈ છે. આર્મીમાં સંક્રમણનાં નવા ૪૫ કેસ સાથે કુલ ૧૨૮ જવાનો સંક્રમિત છે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં વસતા ભારતીયોને કારણવિના ઘરની બહાર નહીં નીકળવા અને કોરોનાને કાબુમાં લેવા લોકોથી અલગ રહેવા તાકીદ કરી છે. અમેરિકામાં વસતા ભારતીયો સાથે દેશનું વિદેશ મંત્રાલય સંપર્કમાં છે અને તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

છેલ્લાં ૨૪ કલાકમાં ઈટાલીમાં ૭૯૩, સ્પેનમાં ૨૮૫, ઈરાનમાં ૧૨૩ના મોત

કોરોનાએ વિશ્વનાં ૧૯૫માંથી ૧૮૫ દેશમાં કોહરામ મચાવ્યો છે. જેમાં ૧૨૭૭૭નાં મોત થયા છે અને ૨,૯૭,૪૪૫ લોકોને અસર થઈ છે. જો કે ૯૪,૫૮૪ લોકોને સાજા કરાયા છે. શનિવારે એક જ દિવસમાં વિશ્વભરમાં ૧,૩૯૩ દર્દીઓના મોત થયા છે. સ્પેનમાં એક જ દિવસમાં ૨૮૫નાં મોત થતા કુલ મૃત્યુઆંક ૧૩૭૮ થયો છે. જ્યારે ઈરાનમાં ૧૨૩નો ભોગ લેવાયો છે. ઈટાલીમાં એક દિવસમાં વધુ ૪૮૨૫ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

બ્રિટનમાં લોકડાઉનનો પહેલો દિવસ : શહેરોની શેરીઓ, રસ્તા સૂમસામ : મૃત્યુઆંક ૧૭૭

બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા કોરોનાને રોકવા લોકડાઉન જાહેર કરાયો હતો. બ્રિટનનાં અનેક શહેરોની શેરીઓ અને રસ્તા સૂમસામ થઈ ગયા હતા. લાખો લોકોએ આદેશનું પાલન કરીને ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. નોટિંગહામ, લિસેસ્ટર, લંડન અને સાઉધમ્પ્ટન સહિત અનેક શહેરોમાં જિમ, રેસ્ટોરાં, પબ, સિનેમા તેમજ બજારો બંધ રહ્યા હતા. પીએમએ લોકોને સોશિયલ ડીસ્ટન્સિંગ રાખવા આદેશ આપ્યો હતો. યુકેમાં કોરોનાને કારણે શુક્રવારે વધુ ૪૦ લોકોનાં મોત થતા કુલ આંક ૧૭૭ થયો હતો. જ્યારે વધુ ૪૦૦૦ને સંક્રમણ થયું હતું. જે લોકો કોરોનાને કારણે કામ કરી શકે તેમ ન હોય તેમને ૮૦ ટકા વેતન આપવા જાહેરાત કરાઈ હતી.

ઈટાલીમાં એક જ દિવસમાં ૭૯૩નાં મોત

ઈટાલીમાં શનિવારે એક જ દિવસમાં ૭૯૩ લોકોનાં મોતથી હાહાકાર મચ્યો છે. કુલ મૃત્યુઆંક ૪૮૨૫ થયો છે. જ્યારે ૫૩,૫૭૮થી વધુને સંક્રમણ થયું છે. આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હોવા છતાં સ્થિતિ બગડી રહી છે. જર્મનીમાં ૨૪ કલાકમાં ૩૦૦૦ નવા કેસ બહાર આવ્યા છે.

કોરોના અપડેટ ।

સિંગાપુરમાં ૨નાં મોત થયા છે જ્યારે ૪૩૨ને સંક્રમણ થયું છે.
રોમમાં ફસાયેલા ૨૬૨ ભારતીયોનો રવિવારે ખાસ વિમાનમાં ભારત લાવશે
પાકિસ્તાનમાં કોરોનાનાં ૫૧૩થી વધુ કેસો
યુએઈમાં બેનાં મોત થયા છે જ્યારે અબુધાબીમાં ૧૪૦ને સંક્રમણ
રોનાથી લડવા શ્રીલંકામાં કરફ્યૂ લગાવાયો
જર્મનીમાં નિયમોનું પાલન નહીં કરે તો કરફ્યુ લદાશે.
કયા દેશમાં કેટલા કેસ કેટલા મોત?

દેશ કેસ મોત

ઈટાલી ૫૩૫૭૮ ૪૮૨૫

ચીન ૮૧૦૦૮ ૩૨૫૫

ઈરાન ૨૦૬૧૦ ૧૫૫૬

સ્પેન ૨૫૩૭૪ ૧૩૭૮

અમેરિકા ૨૨૧૩૨ ૨૮૨

ફ્રાન્સ ૧૨૬૧૨ ૪૫૦

યુકે ૪૦૯૪ ૧૮૦

નેધરલેન્ડ ૩૬૩૧ ૧૩૬

જાપાન ૧૦૦૭ ૩૫

જર્મની ૨૧૮૫૪ ૭૭

ભારત ૩૨૯ ૦૪

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ
CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR
વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા
નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Share
Previous Article અલીગઢમાં જનતા કરફ્યુ વચ્ચે પણ 500 મહિલાઓના CAAના વિરોધમાં ધરણા
Next Article ઈટાલીમાં કોરોનાનો કોહરામ, એક દિવસમાં વધુ 793ના મોત, દુનિયામાં 13000 લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલ સામે હિઝબુલ્લાહ હવે બરોબર ભરાયું! યુદ્ધવિરામ અંગે વાતચીત માટે તૈયાર, આત્મસમર્પણની તૈયારી?

10 months ago

અધમૂવું થયેલું હીઝબુલ્લાહ ઘૂંટણિયે ઇઝરાયેલ સાથે વાટાઘાટોની આજીજી

10 months ago

ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત

10 months ago

ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા

10 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Health
  • Audio
  • Video
  • Instagood
  • Science
  • Beautiful
  • World News
  • Workout
  • Climate
  • Finance
  • Wellness
  • Self-driving Car
  • Viral
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Covid
  • Design
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Joe Biden
  • Food
  • Travel
  • Conservative
  • Photography
  • Motivation
  • Like
  • Exercise
  • Music
  • Politics
  • Vote
  • Recipes
  • News
  • TV Show
  • Guardian
  • Ukraine War
  • Book
  • Gardening
  • Style
  • Selfcare
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • તબુ ડાન્સ
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • સિંગર વિશાલ દદલાની
  • 'મિમિ'
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up