કોલકાત્તા : આગામી દિવસોમાં પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે.અત્યારે પશ્વિમ બંગાળનું રાજકારણ ભારે ગરમાયું છે અને પક્ષપલટો જોવા મળી રહ્યો છે.બોલિવૂડ અભિનેતાએ પણ તાજેતરમાં ભાજપ પક્ષ જોઈન કર્યો હતો.તેમને આશા હતી કે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરશે.પરંતુ મિથુન દાદાની આશાઓ ઉપર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે ભાજપે 13 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.જેમાં પોતાનું નામ ક્યાંય દેખાયું ન હતું.આમ મિથુન અને તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે.
ગત 7 માર્ચે ભાજપમાં શામેલ થયેલા મિથુન ચક્રવર્તી રાશબિહારી સીટથી ટિકિટ મળવાની આશા રાખીને બેઠા હતા.સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તેમને ટિકિટ મળવાના સંકેતો પણ મળ્યા હતા.મિથુને કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદીની રેલીથી શરૂઆત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ,પાર્ટી ઉપાધ્યક્ષ મુકુલ રોય અને સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.ત્યાર બાદ તેઓ ચૂંટણી લડશે તેવા ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા.એક એવી પણ ચર્ચા હતી,કે ભાજપ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરશે.
ભાજપમાં શામેલ થતાં મિથુન દાના સમર્થકો રાશબિહારીમાંથી ટિકિટ મળશે તેવી આશા રાખીને બેઠા હતા.પણ મંગળવારે જાહેર થયેલી યાદીમાં ભાજપે અહીં આ સીટ પર પૂર્વ લેફ્ટિનેંટ જનરલ સુબ્રતો સાહાને ટિકિટ આપી દીધી.આ ઉપરાંત અમુક સૂત્રોનું માનીએ તો,તેમના માટે પ્રતિષ્ઠિત દક્ષિણી કોલકાતા સીટ રીઝર્વ રાખવાના સંકેત મળતા હતા.મિથુને મુંબઈની મતદાર યાદીમાં પોતાનું નામ ઉત્તર કોલકાતાં નોંધાવ્યુ હતું.ત્યારે આવા સમયે ભલે અમુક ઉમેદવારોને હટાવીને અથવા તો બદલીને પાર્ટી મિથુન દાને ટિકિટ આપે.આ આશા એટલા માટે છે કે, કારણ કે ભાજપે બે સીટો પર ઉમેદવારોની બદલી કરી છે.જાણીતા અર્થશાસ્ત્રી અશોક લાહિડી હવે અલીપુરદ્વારાની જગ્યાએ બાલુરઘાટથી ચૂંટણી લડશે.તો વળી કલકત્તાની રાશબિહારી સીટથી ભાજપના ઉમેદવાર પૂર્વ લેફ્ટિનેંટ જનરલ સુબ્રતો સાહાને ટિકિટ આપી છે.
ભાજપે મિથુન દાને ટિકિટ ભલે ન આપી,પણ તેમને સ્ટાર પ્રચારક તરીકેનો દરજ્જો ચોક્કસ આપ્યો છે.આજ કારણ છે કે, તે 30 માર્ચના રોજ નંદીગ્રામમાં પાર્ટીના ઉમેદવાર સુવેન્દુ અધિકારીના સમર્થનમાં ચૂંટણી રેલી કરશે.આ રોડ શોમાં અમિત શાહ પણ હાજર રહેશે.આ રીતે જ મિથુન દાને અન્ય ચૂંટણી રેલીઓ માટે જવાબદારી સોંપવામાં આવી છે.આમ આ રીતે મિથુન દા ભાજપ માટે કામ કરતા રહેશે.


