નોર્થ કોરિયામાં તાનાશાહ કિમ જોંગ ઉનનું સ્વાસ્થ્ય ખરાબ છે. જેને લઈ વિશ્વભરમાંથી ખબરો આવી રહી છે.અમેરિકાની એક રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉનની સર્જરી કરવામાં આવી છે.પણ કોરોના સંકટના સમયે એ પણ માહિતી મળી રહી છે કે કિમ જોંગને કોરોના થયો છે.
વુહાન અને પ્યોંગયાંગ વચ્ચે 1500 કિલોમીટરનું જ અંતર
આવા કપરા સમયે કિમના કોરોના કનેક્શનને સમજવું બિલ્કુલ સરળ છે.નોર્થ કોરિયા ચીનનું પાડોશી રાષ્ટ્ર છે.નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગ અને વુહાન વચ્ચે માત્ર 1500 કિલોમીટરનું જ અંતર છે.નોર્થ કોરિયા વાંરવાર દાવો કરી રહ્યું છે કે તેને ત્યાં કોરોનાનો એક પણ દર્દી નથી.આ દાવો એ સમયે સાચો પણ નીકળ્યો જ્યારે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમમાં કિમ અને પરિવાર હાજર નહીં
નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં શાહી પ્રોગ્રામની તૈયારીઓ ચાલી રહી છે.કિમના દાદા કિમ 2 સુંગની જયંતિ આ વર્ષે શાહી અંદાજમાં ચાલી રહી છે.આ તહેવારને નેશનલ હોલિડેના નામેથી પણ ઓળખવામાં આવે છે.15 એપ્રિલે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ પણ કાર્યક્રમ પહેલાં કિમ અને તેનો પરિવાર ગાયબ હતો.આ પહેલી વખત થયું કે દાદાના જયંતિ સમારોહમાં કિમ જોંગ હાજર નહોતા.
કિમ ગંભીર બીમારી સામે લડી રહ્યો છે
એક ઈન્ટરનેશનલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,16 એપ્રિલે નેશનલ હોલિડે પ્રોગ્રામની તસવીર સામે આવી હતી.નોર્થ કોરિયાના મોટા ઓફિસરો પેલેસ ઓફ સનમાં કિમના દાદાને શ્રદ્ધાંજલી આપતા જોવા મળ્યા હતા.જેમાં વિશ્વભરને વિશ્વાસ આવી ગયો હતો કે કિમની સ્થિતિ નાજુક છે. અથવા તો કોઈ ગંભીર બીમારી છે.
પરિવાર જ કોરોના પોઝિટીવ ?
સવાલ એ પણ છે કે કિમ જો બીમાર હતો તો તેની બહેન ક્યાં હતી.એવામાં તારણ કાઢવામાં આવી રહ્યું છે કે કિમનું સમગ્ર પરિવાર કોરોના પોઝિટીવ છે.કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે કિમને કોરોના એક ચાઈનીઝ ડોક્ટરના કારણે થયો છે.ચાઈનીઝ ડોક્ટર પણ તેની હાર્ટ સર્ઝરીમાં સામેલ હતો.
ચાઈનીઝ ડોક્ટરના કારણે કોરોના ?
જે સમયે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર વ્યાપેલો હતો એ સમયે કિમ જોંગનો કિલ્લો ધ્વંસ થતા બચી ગયો હતો, પણ હવે નવા આવેલા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કિમ જોંગને એક ચાઈનીઝ ડોક્ટરના કારણે કોરોના થયો છે. જેની ઝપેટમાં તાનાશાહનું શાહી પરિવાર આવી ગયું છે. હવે આ વાતમાં કેટલું તથ્ય છે તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે.