સોમવારના રોજ સુરતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક રોડ શો યોજાયો હતો.બાદમાં સોશિયલ મીડિયા પર આપ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા એવી વાત કરવામાં આવી કે AAPની રેલી પર ભાજપના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો છે.જે બાદ અમુક વિડીયો સામે આવ્યા તેનાથી કંઈક અલગ જ સત્ય સામે આવ્યું હતું.
અહેવાલો અનુસાર આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે ખુદ એક નિવેદન આપીને AAPની રેલી પર પથ્થરમારો થયો હોય તેવો આરોપ લગાવ્યો હતો.કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે, પથ્થરબાજ BJP. અત્યારે હું આવી રહ્યો હતો તો તેઓએ મારા પર પથ્થર ફેંક્યા.મારો વાંક શું? જો 27 વર્ષમાં કોઈ કામ કર્યું હોત તો મારા પર પથ્થર ફેંકવાની જરૂર ન પડતી.
पत्थरबाज़ BJP!
अभी मैं आ रहा था तो इन्होंने मुझ पर पत्थर फेंके।मेरा क्या कसूर?
अगर 27 साल कुछ काम कर लेते तो मुझ पर पत्थर फेंकने की ज़रूरत नहीं पड़ती
इनका नेता कहता है-हम केजरीवाल के पैर तोड़ देंगे,आंख फोड़ देंगे क्योंकि मैं School-Hospital की बात करता हूँ
-CM @ArvindKejriwal pic.twitter.com/xmiZcgsk35
— AAP (@AamAadmiParty) November 28, 2022
પોલીસનું નિવેદન
આ સમગ્ર હોબાળા બાદ સુરત ઝોન-3ના DCP પિનાકીન પરમારે પોતાનું આધિકારિક પ્રેસ સ્ટેટમેન્ટ આપ્યું હતું. DCP પરમારે કહ્યું કે, સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રીનો એક રોડ શો હતો.કેજરીવાલને Z કક્ષાની સુરક્ષા અપાઈ હતી.આ રેલીમાંસુરત પોલીસે પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.એક અફવા એવી ફેલાઈ હતી કે રેલીમાં પથ્થરમારો થયો છે.પરંતુ આવી કોઈ ઘટના બની ન હતી.પોલીસ પાસે પણ આવી કોઈ માહિતી આવી નથી.પરંતુ કાર્યકરો વચ્ચે સામાન્ય બોલચાલ થઇ હતી,જેમાં પોલીસે તેમને છુટા પાડીને રેલી શાંતિપૂર્ણ રીતે પુરી કરાવી હતી.આમ, સુરત પોલીસે પથ્થરમારાની વાતને અફવા ગણાવી હતી અને આવી કોઈ જ ઘટનાને નકારી કાઢી હતી.
गुजरात के #Surat में जब AAP की रैली में सामान्य नागरिकों ने मोदी मोदी के नारे लगाये तो आप पार्टी के कार्यकर्ताओं ने उन पर लाठियां बरसाई ।
पंजाब से आये हुए गुंडों ने गुजरातियों को डराया धमकाया ।।
गुजरातियो सावधान #Gujarat को दिल्ली पंजाब नही बनने देना है pic.twitter.com/K2mXeBE86T
— Vrajesh Unadkat (@unadkat_vrajesh) November 28, 2022
આપ સમર્થકોએ સામાન્ય લોકો પર કર્યો લાઠીચાર્જ
આ જ રેલીના અમુક વિડીયો સોંઢીયલ મીડિયા પર ફરી રહ્યા છે જે આ રેલીમાં જે માથાકૂટ થઇ હતી તેનું ખરું કારણ બતાવતા નજરે પડી રહ્યા છે.સુરાતના વોર્ડ નંબર 21 ના કાઉન્સિલર વ્રજેશ ઉનડકટે બે વિડીયો મૂકીને કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતના સુરતમાં AAPની રેલીમાં સામાન્ય નાગરિકોએ મોદી મોદીના નારા લગાવ્યા ત્યારે AAPના કાર્યકરોએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.પંજાબથી આવેલા ગુંડાઓએ ગુજરાતીઓને ધમકાવ્યા.ગુજરાતીઓ સાવધાન.ગુજરાતને દિલ્હી પંજાબ ન બનવા દેવાય.તેમણે મુકેલા પહેલા વીડિયોમાં આપ કાર્યકર્તાઓ સામાન્ય લોકો પર લાઠીચાર્જ કરતા નજરે પડ્યા હતા અને બીજા વીડિયોમાં ગુજરાત બહારના આપ કાર્યકર્તાઓ ગુજરાતી યુવકને ધમકાવતા નજરે પડ્યા હતા.
આવતીકાલે સુરત મોદીજી ના રોડ શો માં કેજરીવાલ ના નારા લાગ્યા તો કોઈ ને કઈ ના કર્યું…અને આજે @ArvindKejriwal ના રોડ શો માં મોદીના નારા લાગ્યા તો આપ પાર્ટી ના કાર્યકર્તાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા..આ લોકો સત્તામાં નથી તોય આવું કરે છે તો ક્યાં થી મોકો અપાય..#ભાજપ_આવે_છે @BJP4Gujarat pic.twitter.com/bjWFPveKLx
— Kanak (@Sarpanch_99) November 28, 2022
અન્ય એક વિડીયો વધુ સ્પષ્ટ છે.તેમાં દેખાય છે કે જયારે કેજરીવાલની રેલી નીકળી રહી હતી ત્યારે સ્થાનિક લોકો ‘મોદી-મોદી’ ના નારા લગાવીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા.એવામાં અમુક આપ કાર્યકર્તાઓ હાથમાં આપના જંડા લઈને ત્યાં આવી પહોંચ્યા.અને જોત જોતામાં તેઓએ તે જંડામાં ભરાવેલ મોટી લાકડીઓ વડે સ્થાનિક લોકો પર હુમલો કરી દીધો હતો.આમ ઘટનાના વિડીયો અને પોલીસના આધિકારિક નિવેદન પરથી જાણી શકાય છે કે સુરતમાં AAPની રેલી પર પથ્થરમારો થયો એ માતર એક અફવા હતી અને એનાથી ઉલટ આપ કાર્યકર્તાઓ,જે ગુજરાત બહારથી લવાયેલા (મુખ્યત્વે પંજાબથી) જાણતા હતા,તેઓએ સામાન્ય નાગરિકો પર લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો હતો.


