ચંદીગઢ : તા.01 જૂથ 2022 શુક્રવાર : પંજાબમાં પોલીસે ગેંગસ્ટર કલ્ચર સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.પોલીસે એક આંતરરાજ્ય ગેંગ પર નિશાન સાધ્યુ.જેને લોરેન્સ બિશ્નોઈ અને હરવિંદર સિંહ રિંદાનુ સમર્થન પ્રાપ્ત છે. મહત્વનુ એ છે કે બિશ્નોઈ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ છે.મોહાલીમાં પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં રિંદાનુ નામ સામે આવ્યુ હતુ.
ગુરૂવારે એડીજીજી એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ પ્રમોદ બાને જણાવ્યુ કે ગેંગના 11 સભ્યોની ધરપકડ કરાઈ છે.જેમાં 5 શૂટર પણ સામેલ છે.તેમણે જણાવ્યુ કે જાલંધર ગ્રામીણ પોલીસ તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં 9 હથિયાર અને 5 ચોરી કરાયેલા વાહન પણ જપ્ત કરાયા છે.જાલંધર ગ્રામીણ SSPએ જણાવ્યુ કે આ ગ્રૂપ હત્યા,હત્યાના પ્રયાસ,લૂંટ,ખંડણી અને પાડોશી રાજ્યોમાં ડ્રગ્સ તસ્કરીમાં સામેલ હતા. તેમણે કહ્યુ,ધરપકડ સાથે પોલીસે 7 હત્યા,પોલીસની ધરપકડમાંથી 2ના ભાગવાના પ્રયાસ અને ચાર લૂંટના ષડયંત્રને નિષ્ફળ કરી દીધા છે.

