– ગોંદામોમાં મોટા જથ્થામાં ઘઉં-ચોખા સંગ્રહાયેલા છે
-અર્ધ સૈનિક દળોને સાથે રાખી તપાસ: ઘઉં ચોખાના નમુના લીધા
હરિયાણા : દેશમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડુત આંદોલન દરમિયાન દિલ્હીમાં લાલ કિલ્લાની ઘટના બાદ સરકારે પગલા લેવાનું શરૂ કર્યુ છે.ખેડુત રેલી વખતે તોફાનો કરનારા તોફાનીઓ સામે પોલીસ ફરીયાદ અને ધરપકડ બાદ હવે સીબીઆઇ મેદાનમાં ઉતરી છે.પંજાબ અને હરિયાણાના એફસીઆઇના ગોંદામોમાં ઘંઉ – ચોખા નો મોટો જથ્થો સંઘરાયેલા અને અનિયમિતતાની શંકાથી સીબીઆઇએ આ દરોડા પાડયા છે.ગોંદામોમાંથી ઘંઉ ચોખાના નમુના પણ લેવાયા હોવાનું બહાર આવ્યું છે.પંજાબમાં ૩પ અને હરિયાણામાં ૧૦ અનાજ ગોદામોમાં સીબીઆઇએ દરોડા પાડયા હતા.દેશભરમાંથી એફસીઆઇ દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવામાં આવે છે.જેમાં ઘંઉ અને ચોખા મુખ્યત્વે હોય છે.
પંજાબ અને હરિયાણામાં મોટા પાયે એફસીઆઇ દ્વારા ખરીદી કરવામાં આવે છે.આ દરોડા દરમિયાન કોઇ અડચણ ઉભા ન થાય એ માટે અર્ધ સૈનિક દળોને પણ સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે.એફ.સી.આઇ.ના ગોદામોમાં મોટા પ્રમાણમાં અનિયમિતતા,ગેરરીતી હોવાની લોકોની ફરીયાદ બાદ સીબીઆઇએ પંજાબ અને હરિયાણાના અનાજ ગોદામોમાં તપાસ કરવામાં આવી રહી છે.સીબીઆઇએ તકેદારીના ભાગરૂપે આ તપાસ હાથ ધરી છે પણ હાલમાં ત્રણ કૃષિ કાયદા પાછો ખેંચવાની માંગ સાથે ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે.પ્રજાસત્તાક પર્વ દિને ખેડુતોએ દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજી હતી. આ દરમિયાન લાલ કિલ્લા પર ખેડુતોમાંના કેટલાક શખ્સોએ ઘ્વજ ફરકાવી લાલ કિલ્લામાં તોડફોડ કરી હતી.દિલ્હીની ટ્રેકટર રેલી વખતે બનેલા આ બનાવના આખા દેશમાં ધેર પડઘા પડયા હતા.સરકારે પણ આ બનાવને ગંભીર ગણી ઘટનામાં સંડોવાયેલા તોફાની તત્વો સામે પગલા લેવાની શરુઆત કરી છે,કેટલાક સામે ફરીયાદ થઇ છે.અને કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે.