મુંબઈ : તા.૨૨ :આઇપીએલની સિઝનની આખરી અને ઔપચારિક મેચમાં પંજાબ કિંગ્સે હૈદરાબાદ સામે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી.જીતવા માટેના ૧૫૮ રનના ટાર્ગેટને પંજાબે ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.લિવિંગસ્ટને આક્રમક બેટિંગ કરતાં ૨૨ બોલમાં અણનમ ૪૯ રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી.અગાઉ ધવને ૩૯ રન નોંધાવ્યા હતા.બેરસ્ટોએ ૧૫ બોલમાં ૨૩ રન કર્યા હતા.
જીતવા માટેના ૧૫૮ના ટાર્ગેટનો પીછો કરતાં પંજાબ તરફથી ધવન અને લિવિંગસ્ટને આક્રમક દેખાવ કરતાં ટીમને જીત અપાવી હતી.ફારુકીએ બે વિકેટ મેળવી હતી.જોકે પ્લે ઓફની રેસ પુરી થઈ ગઈ હોવાથી પંજાબ અને હૈદરાબાદની આ મેચ ઔપચારિક હતી.આ મેચના સમાપન સાથે જ આઇપીએલના લીગ રાઉન્ડનો અંત.અગાઉ પંજાબ કિંગ્સના બોલરોના અસરકારક દેખાવની સામે સનરાઈઝર્સ બૈદરાબાદના બેટ્સમેનોએ સંઘર્ષ કરતાં આઠ વિકેટે ૧૫૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો.ઓપનર અભિષેક શર્માએ સૌથી વધુ ૪૩ રન નોંધાવ્યા હતા.જ્યારે હરપ્રીત બ્રારે ૪ ઓવરમાં માત્ર ૨૬ રન જ આપતાં ત્રણ વિકેટ ઝડપી હતી.નથન ઈલિસને પણ ત્રણ વિકેટ મળી હતી.આઇપીએલની આખરી અને પ્લે ઓફની રેસ પુરી થયા બાદ રમાયેલી ઔપચારિક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.