By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પંદર રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી માટે સાઠમારી શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પંદર રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી માટે સાઠમારી શરૂ
GeneralNational

પંદર રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી માટે સાઠમારી શરૂ

HM News
Last updated: 28/05/2022 7:01 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારતમાં પંદર રાજ્યોમાં દસ જુને યોજાનારી રાજ્યસભાની ૫૭ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ત્રણ જુન જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ચર્ચા અને રાજકીય ગણતરીઓ જોર પકડી રહી છે.આંધ્ર પ્રદેશ,તેલંગણા,તમિલનાડુ,પજાબ,ઉત્તરાખંડ,બિહાર અને મધ્ય પ્રદેશમાં મોટાભાગે ઉમદવારો બિનહરિફ ચૂંટાઇ આવે તેેવી સંભાવનાઓ છે.પણ ત્રણ જુને ઉમેદવારી પાછી ખેંચવાના આખરી દિવસ બાદ ચિત્ર વધારે સ્પષ્ટ થશે.બીજી તરફ મહારાષ્ટ્ર,યુપી અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ તમામ ચાલાકીઓ અપનાવી તેમના ઉમેદવારોને જીતાડવા માટે જાતજાતના ખેલ કરશે.

મહારાષ્ટ્રમાં જુલાઇમાં રાજ્યસભાની છ બેઠકો ખાલી પડશે.મહારાષ્ટ્ર વિકાસ આઘાડી-એમવીએ દ્વારા ત્રણ બેઠક પર ઉમેદવારો નક્કી છે.શિવસેનાએ સંજય પવાર અને સંજય રાઉતના ઉમેદવારીપત્રો ભરી દીધા છે જ્યારે એનસીપી તરફથી પ્રફુલ્લપટેલની ઉમદવારી લગભગ નક્કી છે. ભાજપના બે ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પિયૂષ ગોયલ લગભગ નક્કી છે.પક્ષઅને તેના સાથી પક્ષોની સભ્ય સંખ્યા ૧૨૫ છે.જુન અને ઓગસ્ટ દરમ્યાન ૧૧ બેઠકો ખાલી પડવાની છે.ભાજપ માટે આઠ બેઠકો જીતવી મુશ્કેલ છે છતાં પક્ષે તમામ તૈયારી કરી છે.બીજી તરફ સપા ત્રણ બેઠક જીતશે અને ચોથી બેઠક માટે ઉમેદવાર ઉભો રાખી ભાજપને આઠમી બેઠક સરળતાથી ન મળે તેવો ખેલ કરશે.રાજસ્થાનમાં પણ રસપ્રદ સ્થિતિ છે.૨૦૦ સભ્યની વિધાનસભામાં કોંગ્રેસના ૧૦૮ અને ભાજપના ૭૧ અને તેનાસાથી આરએલપીના ત્રણ સભ્યો તથા ૧૩ અપક્ષો છે.જુલાઇમાં ચાર બેઠકો ખાલી પડવાની છે.કોંગ્રેસ બે બેઠકો અને ભાજપ એક બેઠક જીતશે તે નક્કી છે.ચોથી બેઠક જીતવા માટે ૪૧ પ્રથમ પ્રેફરન્સ વોટની જરૂર છે.આનો અર્થ એ કે કોંગ્રેસ પાસે ૨૬ અને ભાજપ પાસે ૩૦ મતો વધારાના હશે.૧૩અપક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવશે.

ઇતિહાસનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ કરનારા બર્ની મેડોફનું 82 વર્ષે જેલમાં અવસાન
સુરતમાં ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં વકીલોએ ખેસ પહેર્યો ,પેજ પ્રમુખ અને પેજ કમિટી સભ્ય બનાવાયા
વડોદરાના નવા વિસ્તારના સમા, દિવાળીપુરામાં કોરોના ઘૂસ્યો : કુલ આંક પહોચ્યો ૧૫૬ પર
જાસૂસી મંજૂર નથી : પેગાસસ મુદ્દે તપાસનો સુપ્રીમનો આદેશ
કોરોના વાયરસ અંગે સૌ પહેલા માહિતી આપનાર ડોકટર મહીનાઓથી ગુમ : ઇન્ટરવ્યુ પણ ડીલીટ
Share This Article
Facebook Email Print
Previous Article મોંઘવારીના માર વચ્ચે વીજળી પણ મોંઘી થવાની શક્યતા
Next Article જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લાને ઈડીનું તેડું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up