By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પક્ષપલટુ અલ્પેશ ઠાકોર ઉવાચ : ‘આપ’ ગુજરાતના લોકોને ગુલાબી સપનાં બતાવી રહી છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પક્ષપલટુ અલ્પેશ ઠાકોર ઉવાચ : ‘આપ’ ગુજરાતના લોકોને ગુલાબી સપનાં બતાવી રહી છે
GeneralGujarat NowPolitics

પક્ષપલટુ અલ્પેશ ઠાકોર ઉવાચ : ‘આપ’ ગુજરાતના લોકોને ગુલાબી સપનાં બતાવી રહી છે

HM News
Last updated: 17/06/2021 6:09 AM
HM News
4 years ago
Share
SHARE

ભિલોડા : ક્ષત્રીય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરી કોરોનાનો ઝડપથી અંત આવે તે માટે પ્રાર્થના કરી જીલ્લામાં ક્ષત્રીય ઠાકોર સેનાનું સંઘઠન મજબૂત બનાવવા જીલ્લાના પ્રવાશનો પ્રારંભ કર્યો હતો મોડાસાના સાકરીયા હનુમાન મંદિર પરીસરમાં ક્ષત્રીય ઠાકોર સેનાના અગ્રણીઓ અને
કાર્યકરો સાથે બેઠક યોજી હતી જેમાં જિલ્લા ક્ષત્રીય ઠાકોર પ્રમુખ સંજયજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઉપસ્થીત રહ્યા હતા.જ્યાં અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપતાં કહ્યું કે, આપ ગુલાબી સપનાં બતાવી રહી છે.

ખોડલધામમાં બેઠક પછી નરેશ પટેલના પાટીદાર નેતા મુખ્યમંત્રી બને તેવું નિવેદન પછી હવે દરેક સમાજ તેમના સમાજનો મુખ્યમંત્રી બને તેવી માગ કરી રહ્યો છે ત્યારે ક્ષત્રીય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અમારી પણ ઈચ્છા છે કે ઓબીસી, દલિત-અદિવાસી સમાજનો મુખ્યમંત્રી બને નરેશભાઈએ એમના સમાજની લાગણી વ્યક્ત કરી છે.જોકે, મુખ્યમંત્રી કોઈ પણ બને પરંતુ સમગ્ર સમાજને સાથે લઇને ચાલે તેવા હોવા જોઈએ તો જ રાજ્યનો સાચો વિકાસ થઇ શકે.

અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ મુલાકાત લઇ અમદાવાદ ખાતે પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કર્યા પછી રાજ્યના રાજકારણમાં હલચલ મચી છે.આ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં ક્યારેય ત્રીજો મોરચો સફળ થયો નથી અને આમ આદમી પાર્ટી લોકોને ગુલાબી સપના બતાવી રહી છે પણ તેમની કોઈ નક્કર કામગીરી કરવાની વાત નથી.આગામી સમયમાં લોકો ત્રીજા મોરચાને જાકારો આપશે તેમ જણાવ્યું હતું.રાજ્યમાં કોરોનામાં ઘણા લોકોએ સ્વજનો ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે કોરોનાની રસી અંગે અંધશ્રદ્ધા કે ડર લોકોમાં જોવા મળે છે તે દૂર કરવા અને રસી અંગે જનજાગૃતિ અંગે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ચીની હેકર્સની યોજનાઃ ભારતની ફાર્મા અને ટેલિકોમ કંપનીઝ પર કરી શકે છે હુમલો
ઇન્ડોનેશિયાની ઇસ્લામિક યુનિ.માં ભાજપનો ઇતિહાસ ભણાવવામાં આવશે..!!
શિવસેના સામો ખેલ ના પાડે એ માટે ભાજપના 105 MLAને અમદાવાદ લાવવાની તૈયારી, સાણંદની ક્લબમાં રોકાણ!
યુપીઃ નિષાદ પાર્ટીનું ભાજપ સાથે જોડાણ, 15 બેઠકો પર ચૂંટણી લડવા સમજૂતિ
મુંબઈ હુમલાનુ પ્લાનિંગ કરનાર તહવ્વુર રાણાને અમેરિકાની સરકાર ભારતને સોંપી દેશે?
Share This Article
Facebook Email Print
Previous Article પાટલીબદલુ મુકુલ રોયએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં BJPના 25-30 ધારાસભ્યો, બે સાંસદ TMCના સંપર્કમાં
Next Article વૃદ્ધ મુસલમાનને માર મારવાના વિડીયો પર વિવાદ, સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઇન્ડિયાના MD વિરુદ્ધ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up