પાટીદાર સમાજને અન્યાય થતો હોય દરેક ક્ષેત્રમાં પટેલ ઉમેદવાર અને સરકારી ખાતાઓમાં પટેલનું પ્રભુત્વ વધારવા માટે પાટીદાર સમાજ ના અગ્રણીઓએ ઊંઝામાં એલાન કર્યા બાદ તમામ પાટીદારો એક થઇ રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા એવા નિતીન ફ્ળદુએ પટેલ લોબીને અન્યાય થતો હોવાનું અને કોંગ્રેસ માંથી આયાતી ઉમેદવારો ને સમાવવા મુદ્દે રાજીનામું ધરી દીધું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
રાજીનામુ આપ્યા બાદ ફ્ળદુએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે,તેઓ ૨૦૧૫ ની જિલ્લા પંચાયત ભાજપમાંથી લડેલા હતા.તેમજ ૨૦૧૭માં ભાજપના ઉમેદવાર તરીકે માણાવદર વિધાનસભામાં પણ ઉમેદવારી કરી હતી,ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા કડવા પટેલ સમાજને અન્યાય થતો હોય તેના ચોક્કસ કારણો જાણવા મળેલ છે.પાટીદાર આંદોલન સમયે ગમે તેવા પડકારો જીલીને પણ ભાજપ સાથે રહ્યો હતો.તેમ છતાં જિલ્લા સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખુબ મોટું નુકશાન ચાલી રહ્યું છે ત્યારે તેઓ આ બાબત ચલાવી લેશે નહિ અને રાજીનામુ આપવાની ફરજ પડી છે.તેમણે પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં નામનો ઉલ્લેખ કર્યા વગર જવાહર ચાવડા પર નિશાન સાધ્યું હતું.પોતાના વિધાનસભા મત વિસ્તારમાં મનમાની કરી જૂથવાદ અને જ્ઞાતિવાદ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે.


