શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન‘ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે.ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન પર ફિલ્માવાયેલા ગીત ‘બેશરમ રંગ’ ને લઈને જોરદાર વિરોધ થઈ રહ્યો છે.ગીતમાં દીપિકાની કેસરી રંગની બિકિનીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.બીજેપીએ તેના પર વિરોધ કરતા ગીતને રીશૂટ કરવા અને અશ્લીલ સીન્સને હટાવવાની માંગણી છે.વિરોધ વધતા હવે ઘણાં હિન્દુ સંગઠન પણ તેમને રાષ્ટ્રવિરોધી અને ભગવા વિરોધી ગણાવી રહ્યાં છે.બીજેપી અને હિન્દુ સેનાના વિરોધ બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ ફિલ્મમાંથી અશ્લીલ સીન હટાવવાની માંગ કરી છે.
આ સાથે ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાના વિરોધ નોંધાવ્યો છે.જે વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.તેમણે તો ત્યાં સુધી જણાવ્યુ છે કે જો અમુક સીન્સ નહીં હટાવાય તો ગુજરાતમાં પિક્ચર રીલીઝ થવા દેવામાં નહીં આવે.
સ્ટાર્સ શાહરુખ-દીપિકાના સમર્થનમાં
‘બેશરમ રંગ’ ગીતના વિરોધની વચ્ચે કેટલાક સ્ટાર્સ શાહરૂખ અને દીપિકાના સમર્થનમાં આવ્યા છે.અભિનેત્રી સ્વરા ભાસ્કરે શાહરુખના સમર્થમાં એક પોસ્ટ મૂકી છે.સ્વરા ભાસ્કરે શાહરુખ ખાનની ફિલ્મને લઈને નેતાઓને ઝાટક્યા છે અને અરીસો બતાવીને કંઈક કામ કરવાની સલાહ આપી છે.તેમણે કહ્યુ દેશના શાસક નેતાઓને અભિનેત્રીઓના કપડાં જોવામાંથી ફુરસદ મળતી નથી,તેના કરતા સારું કંઇક કામ પણ કરી લે.ગઇકાલે સાઉથના જાણીતા સ્ટાર પ્રકાશ રાજે પણ દીપિકાના સમર્થનમાં ટ્વીટ કર્યુ હતુ અને કહ્યુ હતુ કે ભગવા વસ્ત્રો પહેરેલા લોકો રેપિસ્ટને હાર પહેરાવે તો કેમ કંઇ વાંધો આવતો નથી? દલાલ ધારાસભ્યો.સ્વામીજી માસુમ છોકરીઓનો રેપ કરે ત્યારે કંઇ વાંધો આવતો નથી?