નવી દિલ્હી,12 ડિસેમ્બર 2022, સોમવાર : બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાન હાલ ખૂબ જ ચર્ચામાં છે. ‘પઠાન‘ મૂવીના પ્રમોશનમાં હાલ કિંગ ખાન ખૂબ જ વ્યસ્ત છે.મક્કામાં ઉમરાહ બાદ કિંગ ખાન હવે માતા વૈષ્ણોદેવીના દરબારમાં શીશ નમાવવા પહોંચ્યા હતાં.તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
જાન્યુઆરી 2023માં રિલીઝ થશે ‘પઠાન’
શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાન આવતા મહિને એટલે કે જાન્યુઆરી 2023માં રિલીઝ થવાની છે.હાલના ટ્રેન્ડ પ્રમાણે બોલીવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાણી કરી રહી નથી,તેવામાં શાહરુખ ખાન કોઈ રિસ્ક લેવા માગતા નથી અને 4 વર્ષ પછી કમબેકને સફળ બનાવવા માટે તેઓ હવે ભગવાનને યાદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
ઉમરાહ પછી હવે શાહરુખ ખાન માતાના દરબારમાં દર્શન કરવા પહોંચ્યા હતા.સોશિયલ મીડિયામાં તેમના ફેન્સ આ જોઈને ખુબ જ ખુશ થયા હતા.વીડિયોમાં શાહરુખ ખાન લોન્ગ હૂડીવાળા જેકેટમાં પોતાનું માથુ નમાવીને ચાલી રહેલા જોવા મળે છે. તેમને સિક્યોરિટીએ ઘેરી લીધા છે.

