અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખામાઇ રહી છે,લાલ દરવાજામાં ત્રણ દરવાજા પાસે પડોશીએ ઘરમાં ઘૂસી એકલતાનો લાભ ઉઠાવીને મહિલાની છેડતી કરીને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે લાલદરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં પડોશી સામે ફરિયાદ નોંધાવી છે કે શનિવારે બપોરે મહિલા ઘરે હાજર હતી આ સમયે પડોશીએ બે વખત આવીને સાસુ વિશે પૂછ્યું હતું જેથી મહિલાએ સાસુ બહાર ગયા છે પછી આવજો કહ્યું હતુ તેમ છતાં ૩૦ મીનીટ બાદ ફરીથી તેઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા,આ સમયે મહિલા કામમાં વ્યસ્ત હતી આરોપીએ ઘરનો દરવાજા અંદરથી બંધ કરી દીધો હતો.
મહિલા પાસે જઇને શારિરીક અડપલાં કરવા લાગ્યો હતો બાદમાં કાંડા ઘડિયાળ આપવા આવ્યો હોવાની વાત કરીને મહિલા સાથે બિભત્સ હરકતો કરી હતી,જેથી મહિલા ધક્કો મારીને બહાર જવા ગઇ પરંતુ દરવાજો અંદરથી બંધ હતો દરમિયાન આરોપી દરવાજો ખોલીને ભાગી ગયો હતો.આ બનાવ અંગે કારંજ પોલીસે છેડતીનો ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.