– ઉત્તરાયણના પર્વ દરમ્યાન લોકો ઘાયલ પક્ષીઓ માટે જાગૃત થાય…
– ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થનાર અને મોતને ભેટનાર પક્ષીઓમાં સૌથી વધારે કબૂતર હોય છે
ઉત્તરાયણના પર્વ પર પતંગબાજો પતંગ ચગાવવામાં મશગુલ હોય છે પરંતુ આ વચ્ચે આકાશમાં ઉડતા કેટલાય નિર્દોશ પક્ષીઓનો ભોગ લેવાય છે.ઉત્તરાયણનાં આ તહેવારમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદની કેટલીક સંસ્થાઓ ખડે પગે આવા ઘાયલ પક્ષીઓની સારવાર કરતી હોય છે.તેમજ ઉતરાયણ પર્વ પૂર્વે શહેરમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા ઓછી થાય તે માટે જાગૃતિના પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે.દર વર્ષ આ પર્વ પર હજારોની સંખ્યામાં પક્ષીઓ ભોગ બનતા હોય છે.આવા નિર્દોશ પક્ષીઓ ઘાયલ થાય તો તાત્કાલિક સારવાર માટે નજીકની પશુ હોસ્પિટલમાં પહોચાડવાનો પ્રયાસ કરીએ.
ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ઉડાવવાની સાથે અમદાવાદીઓમાં હવે દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવાની જાગૃતિ પણ વધી છે.એક માહિતી મુજબ ત્રણ વર્ષ પહેલાં ઘાયલ પક્ષીમાંથી ૨૪ ટકા જેટલાં પક્ષી મોતને ભેટતાં હતાં,પરંતુ સમયસર સારવાર અને જાગરૂકતાને કારણે આ પ્રમાણ ૭ ટકા જેટલું જ સીમિત બની ગયું છે.
ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ઘાયલ થનાર અને મોત સુધી પહોંચનાર પક્ષીમાં સૌથી વધારે કબૂતર હોય છે.છેલ્લાં પાંચ વર્ષથી બર્ડ રેસ્કયુ કરનાર જણાવ્યા મુજબ કબૂતર ઘરેલુ પક્ષી હોવાથી એક જગ્યાથી બીજી જગ્યાએ જતાં તે દોરીમાં ઘવાય છે. ઈજાને કારણે તે શોકમાં ડૂબી જાય છે અને મોતને ભેટે છે.તેવી જ રીતે સમડી ઊંચા આકાશમાં સતત ઊડતી હોવાથી દોરીનો ભોગ બને છે.દોરી ફસાઈ જવાથી તેની પાંખો કપાઈ જવાથી સમયસર સારવાર ન મળતાં મોતને ભેટે છે.
છેલ્લાં બે વર્ષથી ઉત્તરાયણમાં વનવિભાગ સહિત પક્ષીઓની સારવાર આપતી કેટલીક સંસ્થાઓ તાત્કાલિક સારવાર માટે સેવા આપી રહ્યા છે.લોકજાગૃતિને કારણે હવે ઘાયલ પક્ષીઓને તાત્કાલીક સારવાર આપી શકવામાં ખાસ્સી સફળતા મળી રહેશે.ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેટલાક સ્વયંસેવકો ખડે પગે ઊભા રહેતા હોય છે.લોકો જાગૃત થતાં ઘાયલ પક્ષીઓને જોતાં જ હેલ્પલાઇનને નંબર જોડતા થયા છે.લોકોમાં હવે પક્ષી બચાવવા પ્રત્યે જાગૃતિ આવી છે.સંસ્થાઓ અને વન વિભાગના પ્રયત્નોને કારણે હવે લોકજાગૃતિ આવી છે.
પક્ષીઓને બચાવવા માટે આપણે આટલું અવશ્ય કરીએ.
ઉત્તરાયણને દિવસે વહેલી સવારે અને સાંજે પતંગ ન ઉડાડવાનું ટાળો
ઘાયલ પક્ષી દેખાય કે તરત હેલ્પલાઇન ઉપર ફોન જોડો અને ઘાયલ પક્ષીને તાત્કાલિક સારવાર અપાવો
ઈજાગ્રસ્ત પક્ષીને ત્વરિત ખાવાનું અને પાણી ન આપવું.
ઈજાગ્રસ્ત પક્ષીને કપડાથી પકડી ઘા ઉપર રૂ ભરાવવું
ઘાયલ પક્ષીને બને તેટલું જલ્દી નજીકના હેલ્પસેન્ટર ઉપર પહોંચાડીની મદદ કરો.
ઉત્તરાયણ દરમ્યાન પક્ષીઓને સારવાર આપતી સંસ્થાના નંબર હાથવગા રાખો.


