બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કઠવાડા ગામે પતિના અન્ય સ્ત્રી સાથે આડ સંબંધ હોવાનો વહેમ રાખી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં કઠવાડા ગામે રહેતા આકાશભાઈ રાઠોડની પત્ની સુમિત્રા બને ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે.પતિના અન્ય સ્ત્રી સાથે આડ સંબંધ હોવાનો શક વહેમ રાખી સુમિત્રાબેને કથવાડા ગામની સીમમાં ખેતરાડી વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લીધી હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.