નવી દિલ્હી,તા. 27 માર્ચ 2023, સોમવાર : પતિ-પત્ની વચ્ચેના ઝઘડા તો તમે ઘણા જોયા હશે.ઘણા ઘરોમાં દરરોજ દલીલો થતી હોય છે.અમુક કિસ્સામાં તો સંબંધો પણ તૂટે છે.પરંતુ બંને એકબીજાને માન આપે છે.સમાજમાં બદનામ ન થાય તે માટેનો પ્રયત્ન કરે છે.પરંતુ કન્યાકુમારીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં, પત્નીથી છૂટાછેડા પછી એક વ્યક્તિ એટલો ગુસ્સે થયો કે, તેણે સોશિયલ મીડિયા પર પોતાની પત્નીના પ્રાઇવેટ ફોટા શેર કરી દીધા.એટલું જ નહીં, તે ગર્વથી કહી રહ્યો છે કે, તેણે જાણી જોઈને આવું કર્યું.
આ ચોંકાવનારો કિસ્સો કન્યાકુમારીનો છે. અહીંના મટ્ટમ જિલ્લામાં 32 વર્ષીય યુવતીના લગ્ન 40 વર્ષીય વ્યક્તિ સાથે થયા હતા.બંને 10 વર્ષથી સુખેથી રહેતા હતા.પરંતુ અચાનક બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો.નાની નાની બાબતો પર દલીલો થતી. આખરે બંનેના છૂટાછેડા થઈ ગયા.હવે અલગ રહે છે.તેઓને નવ વર્ષની પુત્રી પણ છે,જે હાલમાં તેની માતા સાથે રહે છે.
પતિએ બદલો લેવાનું નક્કી કર્યું
આ વ્યક્તિ છૂટાછેડાથી એટલો નારાજ હતો કે, તેણે તેની પત્ની સાથે બદલો લેવાનું નક્કી કર્યું.તેણે સોશિયલ મીડિયા પર બંનેના પ્રાઇવેટ ફોટા અને વીડિયો શેર કર્યા છે.આ વીડિયોમાં તે પોતે પણ જોવા મળી રહ્યો છે.આ તસવીરો અને વીડિયો જોતાની સાથે જ વાયરલ થઈ ગયા હતા.જ્યારે પત્નીને આ વાતની જાણ થઈ તો તેણે તરત જ પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે તેને પૂછવામાં આવ્યું તો,તેણે કહ્યં કે, જે મારી સાથે નથી રહેતો તેને સન્માન સાથે જીવવાનો અધિકાર નથી.તેથી જ મેં વિડિયો અપલોડ કર્યો છે.તેણે મારું અપમાન કર્યું છે, હવે તેનું પણ અપમાન કરવું જોઈએ.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.લોકો આ વ્યક્તિને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. હાલ પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે.