નવીદિલ્હી, તા.25 : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું કે પતિ-પત્ની સહમતિના આધાર પર તલાક લેવાની માંગ કરે તો તેમણે છ મહિના સુધી સમય લેવાની જરૂર નથી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પતિ-પત્ની વચ્ચે અલગાવ થઈ ગયો હોય અને તેમના સાથે રહેવાની તમામ સંભાવનાઓ પૂર્ણ થઈ ગઈ હોય તો તેમણે સંબંધ બચાવી રાખવાની કોશિશ હેઠળ સમય લેવો જરૂરી નથી.
આ સાથષ જ હાઈકોર્ટે દંપતિને છ માસની સમયમર્યાદાની છૂટ આપતાં તુરંત ફેમિલી કોર્ટને તેમના તલાક પર ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે.હાઈકોર્ટે આ આદેશ એક દંપતિ દ્વારા આંતરિક સમહતિના આધાર પર તલાક માંગવાની અરજી પર સુનાવણી કરતાં આપ્યો છે.કોર્ટે જણાવ્યું કે તેમના લગ્ન ડિસેમ્બર-2018માં ઝઝ્ઝરમાં હિન્દુ રીતિ-રિવાજ અનુસાર થયા હતા.બન્ને હિસારમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. તેમને કોઈ બાળ પણ નથી.મનમેળ નહીં આવવાને કારણે બન્ને ઓગસ્ટ-2019થી અલગ થઈ ગયા હતા.
સમાધાન ન થઈ શકતાં તેમણે 13 ઓક્ટોબર-2020માં ફેમિલી કોર્ટ સમક્ષ હિન્દુ વિવાહ અધિનિયમ હેઠળ આંતરિક સહમતિથી લગ્નને ખતમ કરવા અને તલાક માટે એક સંયુક્ત અરજી દાખલ કરી હતી.13 ડિસેમ્બર-2020માં મામલાની પ્રથમ સુનાવણીના સમયે તેમનું નિવેદન પણ નોંધાયું હતું અને બીજી સુનાવણી માટે મામલો 19 એપ્રિલ-2021 સુધી ટાળી દેવાયો હતો.દરમિયાન મહિલા (તલાક માંગનારી પત્ની)એ પોતાના બીજા વિવાહની તૈયારી શરૂ કરી દીધી હતી પરંતુ તલાક માટે આંતરિક સહમતિ અરજી વિચારાધીન હોવાને કારણે તે આવું કરી શકતી નહોતી.