લખનૌ, તા.૫: ઉત્તર પ્રદેશ પોલીસે મહિલા પજવણીના કેસોની ઝડપી સુનાવણી અને નિરાકરણ માટે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયક ડેસ્ક બનાવ્યું છે. મિશન શકિત અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલા આ મહિલા હેલ્પ ડેસ્કની શરૂઆત થઇ,તેને માત્ર થોડો જ સમય થયો છે.મહિલાઓ અહીં પોતાની સમસ્યા રજૂ કરી શકે છે અને ફરિયાદ નોંધાવી શકે છે.જેમાં વધારે ઘટનાઓ ઘરેલું હિંસા સંબંધિત હોય છે.પરંતુ ચંદૌલી સ્ટેશને સ્થાપિત કરવામાં આવેલા મહિલા હેલ્પ ડેસ્ક પર એક એવો કેસ પહોંચ્યો જેને જાણીને તમે પણ હેરાન રહી જશો.
ફરિયાદ નોંધાવનાર મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો કે,તેનો પતિ તેને મેચિંગની સાડી, લિપસ્ટિક,બંગડી અને મેકઅપનો સામાન નથી લાવી આપતા. તેથી સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.આ વિચિત્ર ફરિયાદ સાંભળ્યા પછી ત્યાં હાજર મહિલા પોલીસકર્મીઓ ચકિત રહી ગઈ.ફરિયાદ લઈને આવનારી મહિલાને પોલીસ કર્મીઓએ ખૂબ જ સમજાવી ત્યારે મહિલા માની અને મહિલા હેલ્પ ડેસ્ક પર હાજર મહિલા પોલીસકર્મીઓએ તેને સમજાવીને ઘરે પાછી મોકલી.ચંદૌલી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા મઝવાર મોહલ્લાની એક મહિલા સોમવારે બપોરે ચંદૌલી પોલીસ સ્ટેશનમાં સ્થાપિત કરવામાં આવેલા હેલ્પ ડેસ્ક પર પહોંચી.ડેસ્ક પર હાજર પોલીસકર્મીઓએ મહિલાની ફરિયાદ સાંભળી ત્યારે થોડી વાર માટે તો તેમને કંઇ સમજાયું નહીં.
પોતાના પતિની ફરિયાદ લઈને પહોંચેલી મહિલાએ કહ્યું કે,તેનો પતિ તેને મેચિંગની સાડી, લિપસ્ટિક અને બંગડી નથી અપાવતો.સાથે-સાથે જયારે ગેસની બોટલ પૂરી થઇ જાય તો મારે બળતણની મદદથી જમવાનું બનાવવું પડે છે.મહિલાએ ત્યાં હાજર પોલીસકર્મીઓને કહ્યું કે તેના પતિના આવા વ્યવહારને કારણે તે તંગ આવી ગઈ છે અને પોલીસ તેની સામે ચોક્કસ કાર્યવાહી કરે.
ફરિયાદ નોંધાવનાર મહિલાની વાત સાંભળીને મહિલા પોલીસકર્મીઓને સમજાણું નહીં કે કરવું તો શું કરવું.આ પછી ત્યાં હાજર મહિલા પોલીસકર્મીઓએ ફરિયાદ નોંધાવવા આવેલી મહિલાનું કાઉન્સીલીંગ કર્યું હતું. અને તેને ખૂબ જ સમજાવીને ઘરે પરત મોકલી હતી.