નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : રશિયાના આક્રમણનો સામનો કરવા માટે અડગ બનીને ઝઝૂમી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી રાતોરાત આખી દુનિયામાં ચર્ચામાં આવી ગયા છે.
જેલેન્સ્કીના પરિવારમાં કોણ છે તે જાણવાની પણ લોકોને ઉત્સુકતા થઈ રહી છે.જેલેન્સ્કીને યુધ્ધમાં તેમના પત્ની એટલે કે યુક્રેનના ફર્સ્ટ લેડી ઓલેના જેલેન્સ્કીનો પણ સાથ મળી રહ્યો છે.
જેલેન્સ્કી અને ઓલેનાના બે બાળકો છે અને ઓલેનાએ પણ બાળકો સાથે દેશ છોડવાની ના પાડી દીધી છે.તેઓ પણ યુક્રેનમાં છે અને સોશિયલ મીડિયા થકી સૈનિકો અને નાગરિકોનો ઉત્સાહ વધારી રહ્યા છે.
ઓલેનાનો જન્મ 1978માં જે વિસ્તારમાં થયો હતો તે રશિયન ભાષી વિસ્તાર હતો.રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનો જન્મ પણ ક્રિવી રિહ નામના આ શહેરમાં જ થયો હતો.બંનેએ એક બીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2003માં લગ્ન કર્યા હાત.તેમને 17 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર પણ છે.પુત્રીનુ નામ ઓલેક્ઝાન્ડ્રા અને પુત્રનુ નામ કિરિલો છે.બંને ભણી રહ્યા છે.
ઓલેના આર્કિટેકટ છે પણ બદામાં તે સ્ક્રીન રાઈટર બની ગઈ હતી.તે ફિલ્મો માટે પટકથા પણ લખે છે અને સોશિયલ વર્કર તરીકે પણ કામ કરે છે.કોરોના કાળમાં પણ તેણે લોકોની મદદ કરી હતી.
આ પહેલા 2019માં ઓલેનાને 100 પ્રભાવશાળી યુક્રેનિયન નાગરિકોના લિસ્ટમાં 30મું સ્થાન મળ્યુ છે.


