By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પત્રિકાકાંડ : ભાજપ હાઇકમાન્ડે કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો : બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાંખ્યા !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > પત્રિકાકાંડ : ભાજપ હાઇકમાન્ડે કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો : બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાંખ્યા !
GandhinagarGeneral

પત્રિકાકાંડ : ભાજપ હાઇકમાન્ડે કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો : બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાંખ્યા !

HM News
Last updated: 12/08/2023 9:33 AM
HM News
3 years ago
Share
Pc : Twitter
SHARE

ગુજરાતના પત્રિકાકાંડનો રેલો ગુજરાતના 5 મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો સુધી પહોંચ્યો છે.જેઓ પર ભાજપના એક સમયે ચાર હાથ અને ગુજરાત ભાજપનો ચહેરો હતા પણ પાટીલના સૂર્યોદય બાદ આ લોકો અંધકારમાં ધકેલાઈ જતાં એક સમયે ગાંધીનગરમાં મંત્રી ક્વાટર્સમાં મળેલી બેઠકમાં પાટીલ જૂથને પૂરું કરી દેવા ખેલાયેલા ખેલનો ખુલાસો થઈ ગયો છે.આમ છતાં એ હકિકત છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય.ભાજપે લાંબાગાળાનો ખેલ પાડ્યો છે અને બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નખાયા છે.

દરેક પોલ ખૂલે એ માટે ભાજપ તૈયાર નથી

આ પ્રકરણમાં સીધી નજર રાખતા સીએમઓ અને પીએમઓ તમામ બાબતોને ભૂપેન્દ્ર પટેલ, દિલ્હી હાઈકમાન્ડ અને પાટીલ સુધી પહોંચાડે છે પણ ભાજપમાં કોઈ કડાકા ભડાકા થયા નથી.વાતો વહેતી થાય છે કે ગુજરાતમાં મોટા ફેરફારો થશે પણ જેમને પહેલાંથી પૂરા કરી દેવાયા છે એમની સામે કાર્યવાહી કેવી…. હવે ભાજપ આ મામલે કાર્યવાહી કરે તો યાદવાસ્થળી વધુ ભડકે અને નેતાઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળે તો સરકાર અને સંગઠનની દરેક પોલ ખૂલે એ માટે ભાજપ તૈયાર નથી. કારણ કે ઘરના ભૂવા અને ઘરના ડાકલાની જેમ એકબીજા પર કાદવ ઉછાળ ભાજપને મંજૂર નથી.

પકડાયેલા પ્યાદાઓએ વટાણા વેરી દીધા

પાટીલ જૂથને બદનામ કરવા રચાયેલા ષડયંત્રમાં પ્યાદાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે પણ મોટા માથાઓને બાકાત રખાયા છે.આ પત્રિકાકાંડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મંત્રીઓ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ સામેલ હોવાની ચર્ચા છે.પકડાયેલા પ્યાદાઓએ વટાણા વેરી દીધા છે અને નામો પણ જાહેર કરી દીધા છે પણ ભાજપે સૂમણીમાં વહીવટો કરી લીધા છે એટલે હવે નામો બહાર આવે તેવી પણ સંભાવના નથી.દિલ્હી હાઈકમાન્ડ અને ભાજપ સારી રીતે જાણે છે કે ભાજપના નેતાઓ સામે કાર્યવાહી એટલે પગ પર કુહાડો મારવા જેવી બાબત છે.

દિલ્હીમાં નેતાઓ મળી આવ્યા

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપમાં તડાં પાર્ટીને નુક્સાન કરાવી શકે છે.ભાજપે આ તમામ નેતાઓના નાક દબાવીને હવે કામ કરવાની આવડત શીખી લીધી છે એટલે આ નેતાઓ ચૂપકીદી તો સાધી લેશે અને ભાજપ માટે ચૂપચાપ હંમેશાં કામ કરતા રહેશે.ભાજપ કંઈ નહીં કરે પણ આ નેતાઓની રાજકીય યાત્રાઓ અહીં પૂરી થઈ ગઈ છે.હાલમાં પાટીલ અને રૂપાણી સહિતના નેતાઓ મોદીને મળીને આવ્યા છે.રત્નાકર પણ દિલ્હી પહોંચ્યા છે એ ફક્ત લોકસભાની તૈયારી અને આગામી સરકાર અને સંગઠનમાં ફેરફારોને લઈને મીટિંગો છે.રાજ્યમાં ભાજપમાં મોટા ભડાકા કરીને મોદી આખા દેશનું ધ્યાન ગુજરાત પર લાવવા માગતા નથી.રાજયના સંગઠનમાં મહામંત્રીઓ સહિતની જગ્યાઓ ભરાશે અને આગામી દિવસોમાં પાટીલ વિરોધીઓને ચૂપચાપ હટાવી પણ દેવાશે પણ ભાજપ મોટી કાર્યવાહી કરવાના મૂડમાં નથી.

લડાઈ લાંબી લડવામાં મજા નથી

ગુજરાતમાં રાજકીય બદલો લેવાઈ ગયો છે એ સૌ સારી રીતે જાણે છે.દહીં અને દૂધમાં પગ રાખતા ભાજપના નેતાઓએ ફાયદા અને નુક્સાન ભોગવી લીધા છે એ પણ સારી રીતે સમજી ચૂકયા છે કે આ લડાઈ લાંબી લડવામાં મજા નથી.દિલ્હી હાઈકમાન્ડથી પણ નેતાઓને લતાડ પડી છે.આમ પહેલીવાર એવું બન્યું છે કે સરકાર અને ભાજપ આ પત્રિકાકાંડમાં ચૂપકીદી સેવી લીપાપોથી કરી રહ્યાં છે. 2 દિવસ પહેલાં પણ આ પ્રકરણમાં સુરત સૂમૂલના રાજેશ પાઠકની પૂછપરછ થઈ છે.જેઓ એક પૂર્વ મંત્રીના ખાસ છે.

ભાજપ માટે એક આયખું ઘસીને કર્યું છે કામ

આમ પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી ગુજરાત સંગઠન અને દિલ્હી કેબિનેટમાંથી પણ પત્તું કાપવા ઘડાયેલા કારસામાં બંને જૂથને લાભાલાભ થયા છે.આગામી દિવસોમાં ભાજપમાં ફેરફાર થશે પણ મોટા માથાઓ સામે કાર્યવાહી થાય તેવી જરા પણ સંભાવના નથી.ભાજપને પણ લોકસભાની 26માંથી 26 સીટો જીતવાની છે.ભાજપ કોઈ પણ સંજોગોમાં પોતાના અને ભાજપ માટે એક આયખુ ઘસીને કામ કરનાર નેતાઓ સામે કાર્યવાહી કરવાના મૂડમાં નથી.ભાજપ સારી રીતે જાણે છે કે જે નેતાઓ આ કાંડમાં સામેલ હોવાના આક્ષેપો સાથે બીજું જૂથ કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યું છે એ નેતાઓએ ભાજપ માટે કંઈ પણ કરવામાં પહેલાં બાકી રાખ્યું નથી.આ પત્રિકાકાંડનું રિઝલ્ટ જે પણ હોય પણ કાંડમાં સૌથી ઉપર હાથ એ દિલ્હીનો રહ્યો છે અને દિલ્હીએ બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાખ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રદીપસિંહને જેમાં રસ હતો એ કોલેજનું રાજકારણ પુરૂ કરશે સરકાર !
Next Article ગુજરાત ભાજપમાં પત્રિકાકાંડે માથું ઉંચકતા દિલ્હીમાં હલચલ તેજ થઇ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up