જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના ચોરવાડ નજીક.આવેલી એક પથ્થરની ખાણમાં આજે બપોરે દીવાલ ધરાશાયી થતા કામ કરી રહેલા બે.યુવાનો દબાઈ ગયા હતા.અને બંનેનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.જયારે બે ટ્રેકટરનો ભુક્કો થઇ ગયો હતો.આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.આ અંગેની વધુ વિગત મુજબ ચોરવાડથી બે કિમી દૂર આવેલી એક પથ્થરની ખાણમાં આજે બપોરે કામ ચાલી રહયું હતું.અને બે શ્રમિક ટ્રેક્ટરમાં પથ્થર ભરતા હતા.અને એક ટ્રેકટર ઉભું હતું.ત્યારે પથ્થરની ખાણની દીવાલ ધરાશાયી થઈ હતી.અને ત્યાં કામ કરી રહેલા જુજારપુરના અરૂણભાઈ ઉર્ફે અન્નો ભગવાનજીભાઈ પંડિત (ઉ.વ.19 )અને સુત્રાપાડાના પાલાભાઈ લખમણભાઈ કામળીયા (ઉ.વ.37) ઉપર પડી હતી.જેમાં બંને યુવાનો પથ્થરો નીચે દબાઈ ગયા હતા.આ ઉપરાંત બે ટ્રેકટર પણ પથ્થરો નીચે દબાઈ ગયા હતા.આ અંગે જાણ થતાં આસપાસના લોકોએ કાટમાળ હટાવી ઈજાગ્રસ્ત બંને યુવાનોને ચોરવાડ સારવારમાં ખસેડયા હતા.જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.ટ્રેકટર દબાઈ જતા તેનો પણ ભુક્કો થઈ ગયો હતો.આમ દીવાલ પડતા બે યુવાનોના મોતની ઘટનાથી ગમગીની વ્યાપી ગઈ હતી.આ અંગે ચોરવાડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.