By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પનવેલમાં સસ્તામાં વૈભવી કારોના નામે 400 ગ્રાહકો સાથે 40 કરોડની છેતરપિંડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પનવેલમાં સસ્તામાં વૈભવી કારોના નામે 400 ગ્રાહકો સાથે 40 કરોડની છેતરપિંડી
GeneralMumbai

પનવેલમાં સસ્તામાં વૈભવી કારોના નામે 400 ગ્રાહકો સાથે 40 કરોડની છેતરપિંડી

HM News
Last updated: 14/06/2022 7:37 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મોંઘી અને વૈભવી કાર સસ્તામાં આપવાને નામે પનવેલમાં આવેલ એક શોરૃમના માલિક એવા બે જણે ૪૦૦ જેટલા ગ્રાહકો સાથે ૪૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કરતા પોલીસે આ બન્નેની ધરપકડ કરી હતી.આ પ્રકરણે ૨૦૦થી વધુ લોકોએ ફરિયાદ કરતા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.આ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે ગોલ્ડન મોટર્સ શોરૃમના માલિક એવા આરોપી સંદિપ કંડાલકર ઉર્ફે સંતોષ વેંગુર્લેકર અને વિક્રમ તિલોરેએ કાર ખરીદવા ઈચ્છુક ગ્રાહકોને બીએમડબલ્યુ મર્સિડીઝ,રેન્જ રોવર અને ફોર્ચ્યુનર જેવા મોંઘી અને વૈભવી કાર કથિત રીતે સસ્તામાં આપવાને નામે તેમના પાસેથી પૈસા સ્વીકાર્યા હતા.

આ પ્રકરણે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આ બન્ને આરોપીઓએ શરૃઆતમાં અમુક મોંઘીદાટ કાર ભાડે લીધી હતી.આ કાર તેમણે કાર ખરીદવા ઈચ્છુક ગ્રાહકોને દેખાડી હતી અને ચારથી પાંચ દિવસમાં આ કારની ડિલીવરી આપવાને નામે પેમેન્ટ પણ સ્વીકાર્યા હતા.ત્યારબાદ વિવિધ કારણો દર્શાવી બુક કરેલ કારની ડિલીવરી ઠેલવાનું ચાલુ રાખ્યું હતું.આ લોકોએ આ રીતે લગભગ ૪૦૦ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હોઈ છેતરપિંડીની કુલ રકમ ૪૦ કરોડ જેટલી થાય છે તેવું પોલીસનું માનવું છે.આ લોકો સામે નવી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા બે વર્ષમાં ગણી ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસનું કહેવું છે.આ બન્ને સતત તેમના મોબાઈલ નંબર બદલતા રહેતા તેમજ લોકોથી બચવા સરનામુ પણ બદલતા રહેતા.આ લોકોએ અમુક પોલીસ અધિકારીઓ સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું પોલીસનું કહેવું છે.આ બન્ને આરોપીની બુધવારે વહેલી સવારે કર્જત પાસેના કળંબલી ધરપકડ કરવામાં આવી હતી.બન્નેને કોર્ટમાં હાજર કરતા ૧૪ જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે.

રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોએ ઇમરજન્સી સહિતની કામગીરી ઠપ કરી દીધી
પાટીદારો પણ ‘આપ’ ભણી : દિલ્હીના CM કેજરીવાલને મળવા મહેસાણાના વિસનગરથી પાટીદાર યુવા પ્રશંસકો અમદાવાદ પહોંચ્યા
રાજ્યના 20 GAS કેડરના અધિકારીઓને અપાઈ બઢતી
ગુજરાતને દારૂ મળે એવી હોટેલની નહીં દવા મળે તેવી હોસ્પિટલની જરૂર છે: પરેશ ધાનાણી
અમદાવાદ : ‘પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો,’ ખાખી સામે આક્ષેપ કરતા પોસ્ટર્સ લાગ્યા
Share This Article
Facebook Email Print
Previous Article લશ્કર એ તોઈબામાં ભરતીના કેસમાં યુપીના ઈનામુલની મહારાષ્ટ્ર એટીએસએ કસ્ટડી મેળવી
Next Article 4થી લહેરનો સામનો કરવા 3 જમ્બો સેન્ટરો સજ્જ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up