DFRAC એ રિપોર્ટ તૈયાર કરવા માટે 60,000 થી વધુ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના હેન્ડલ્સનું વિશ્લેષણ કર્યું.આ ઉપરાંત વિવિધ દેશોના 60,020 નોન-વેરિફાઈડ એકાઉન્ટ્સ હતા જે હેશટેશનો ઉપયોગ કરતા હતા.પાકિસ્તાન સોશ્યિલ મીડિયાનો ઉપયોગ કરીને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક નવો અહેવાલ સામે આવ્યો છે,જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મુદ્દા પર હેશટેગનો ઉપયોગ કરનારા મોટાભાગના વપરાશકર્તાઓ પાકિસ્તાનના હતા.નોંધનીય છે કે આ વિવાદ બીજેપીના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર ટીવી ડિબેટ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીને કારણે થયો હતો.
ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટર (DFRAC) એ રિપોર્ટ તૈયાર કરવા માટે 60,000 થી વધુ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના હેન્ડલ્સનું વિશ્લેષણ કર્યું.આ ઉપરાંત વિવિધ દેશોમાંથી 60,020 નોન-વેરિફાઈડ એકાઉન્ટ્સ હતા જેમણે આ મુદ્દા પર હેશટેગનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટ અનુસાર 7,100 એકાઉન્ટ પાકિસ્તાનના હતા.
બોયકોટ ઈન્ડિયા ટ્રેન્ડ શરૂ કરવાનો ખોટો દાવો
DFRAC રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની Ary News સહિત અનેક મીડિયા હાઉસે ખોટા સમાચાર પ્રસારિત કર્યા હતા કે ઓમાનના ગ્રાન્ડ મુફ્તીએ ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની જાહેરાત કરી છે.જો કે, તેમણે પ્રોફેટ મુહમ્મદ પરની ટિપ્પણીની ટીકા કરી હતી અને તમામ મુસ્લિમોને તેની સામે એક થવા હાકલ કરી હતી.પરંતુ બોયકોટ ઈન્ડિયા ટ્રેન્ડ શરૂ કરવાનો તેમનો દાવો ખોટો હતો.
ક્રિકેટર મોઈન અલીના નામે ફેક ન્યૂઝ ફેલાઈ હતી
વધુમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત અબ્દુલે ખોટો દાવો કર્યો હતો કે ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા નવીન જિંદાલ ઉદ્યોગપતિ જિંદાલનો ભાઈ છે.ઈંગ્લિશ ક્રિકેટર મોઈન અલીના નામનો એક નકલી સ્ક્રીનશોટ પણ વાયરલ થયો હતો,જેમાં તે આઈપીએલનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યો છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા હેશટેગ્સમાં #Stopinsulting_ProphetMuhammad, #boycottindianproductનો સમાવેશ થાય છે.
DFRACના રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયા,સાઉદી અરેબિયા,સંયુક્ત આરબ અમીરાત,જોર્ડન,બહેરીન,માલદીવ,ઓમાન,અફઘાનિસ્તાન,કુવૈત,કતાર અને ઈરાને પયગંબર મોહમ્મદ પર શર્માની ટિપ્પણીની સખત નિંદા કરી છે.તે જ સમયે ઈરાન અને કતારે નિવેદન જારી કર્યું છે કે તેઓ પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નેતા વિરુદ્ધ ભારત સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છે.
કાશ્મીરનો મુદ્દો પણ પ્રોફેટ વિવાદમાં ખેંચાયો હતો.
ખાલિદ બેદુન, મોઇનુદ્દીન ઇબ્ન નસરુલ્લા અને અલી સોહરાબ જેવી હસ્તીઓએ નફરત અને સાંપ્રદાયિકતા ફેલાવવાનું બીજું કૃત્ય કર્યું. ખાલિદ બાયદોને કથિત રીતે #BoycottIndianProduct હેશટેગ સાથે પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને તેમાં કાશ્મીરનો મુદ્દો પણ ખેંચ્યો. જણાવી દઈએ કે ટીવી ડિબેટમાં નુપુર શર્માની ટિપ્પણીની દેશભરની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટીકા થઈ હતી.વિવાદ વધ્યા બાદ ભાજપે નુપુર શર્માની પાર્ટીની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી અને નવીન જિંદાલને હાંકી કાઢ્યા છે.છતાં પણ પાકિસ્તાન સહિતના કેટલાક દેશોના ઇસ્લામિક કટ્ટરવાદીઓ આ મુદ્દે ભારતને બદનામ કરવા સોશ્યિલ મીડિયા થકી ડમી એકાઉન્ટસ બનાવી પૈગમ્બરના મુદ્દે પ્રોપાગેન્ડા ફેલાવી બળતામાં ઘી હોમી રહ્યા છે.જે મલિન ઈરાદા પાછળ આંતરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરાબ કરવાનું એક મોટું કાવતરું પણ રચાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.ભારતમાં રાજકીય અરાજકતા અને કોમી રમખાણોને પલીતો ચાંપવાના પ્રયત્નો પણ વિદેશી ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા થઇ રહ્યા છે.