By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પરપ્રાંતીય ગરીબ શ્રમિકોને લુંટનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચ્યો : વીડિયો થયો હતો વાયરલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > પરપ્રાંતીય ગરીબ શ્રમિકોને લુંટનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચ્યો : વીડિયો થયો હતો વાયરલ
GeneralSurat

પરપ્રાંતીય ગરીબ શ્રમિકોને લુંટનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચ્યો : વીડિયો થયો હતો વાયરલ

HM News
Last updated: 08/05/2020 8:04 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત: ગુજરાતમાં મજૂરી કામ કરતાં પરપ્રાંતિયોને વતન વાપસી માટે સરકાર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.આ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં વતન વાપસી કરી રહેલા પરપ્રાંતિયો પાસેથી ભાડા વસૂલવામાં આવતી હોવાની બૂમરાડ પણ ઉઠી છે.ત્યારે બીજી તરફ સુરત ભાજપના કાર્યકરે રૂપિયા લાઇ લીધા બાદ પણ ટ્રેનની ટિકિટની વ્યવસ્થા કરી આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને જ્યારે મજૂરો ટિકીટ લેવા તેમની ઓફિસ પહોંચ્યા તો દાદાગીરી કરવા લાગ્યો હતો. પરપ્રાંતિ એક મજૂર ગ્રુપે 1.16 લાખ રૂપિયા આપ્યા જે પાછા લેવા જતાં તેને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સુરત લિંબાયતમાં રહેતા ભાજપના આગેવાને મજુરો પાસેથી ટ્રેનની ટિકિટના લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેની સામે આ આગેવાને ઘણા લોકોને ટિકિટ આપી જ ન હતી.મજુરો ટિકિટ લેવા તેની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેમની સાથે ઝઘડો કરીને ગુંડાગર્દી કરી હતી.એક મજુરે તેના ગૃપના 1.16 લાખ રૂપિયા પરત માંગતા આગેવાન રાજેશ વર્માએ તેને લાકડાના ફટકાથી માથામાં મારીને માથું ફોડી નાખ્યું હતું.

મળતી માહિતી અનુસાર ભાજપ સુરતના કાર્યકર રાજેશ વર્માએ ટિકીટોની કાળાબજારી કરતો વીડિયો વાયરલ થયો છે.આ વીડિયોમાં 700 રૂપિયાની ટીકીટના 1 હજાર રૂપિયા માંગી રહ્યો છે. રાજેશ વર્માએ 1.60 સેંકડો મજુરો પાસેથી લાખો રૂપિયા લઈ લીધા છે.તેને જેમની પાસેથી રૂપિયા લીધા તે તમામને ટિકિટો આપી નથી.ઝારખંડના સેંકડો મજુરો તેની ઓફિસે જઈને ધક્કા ખાઈ રહ્યા છે.

એક પરપ્રાંતિય યુવકે પોતાના ગ્રુપના 100 લોકોના 1.16 લાખ આપ્યા હતા. રાજેશ વર્માએ 6 તારીખે ટિકીટ આપવાની વાત કરી હતી પરંતુ આપી ન હતી. ત્યારે બીજા દિવસે એટલે 7 આપવાનું કહી તેને રવાના કરી દીધો હતો. બીજા દિવસે આ યુવક રાજેશ વર્માના ઘરે ટિકીટ લેવા ગયો હતો અને કહ્યું હતું કે ટિકીટ ન આપવી હોય તો પૈસા આપો. ત્યારે રાજેશ વર્માએ ટિકીટ અને પૈસા આપવાનું સ્પષ્ટ ના પાડી દીધી હતી અને યુવકને લાકડી વડે ફટકાર્યો હતો.ત્યારબાદ આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ યુવકે તેને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. વીડિયોમાં યુવક એમ કહેતો નજરે પડે છે રાજેશ વર્માએ બે-બે હજાર રૂપિયામાં ટિકીટ બ્લેકમાં વેચી નાખી છે. ત્યારબાદ લિંબાયત પોલીસે રાજેશ વર્માની ધરપકડ કરી લીધી છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું
દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો, દિલ્હીમાં 500થી વધુ લોકો ઝપેટમાં
બારડોલી સહિત તાલુકાનાં 13 અને મહુવાના 6 ગામોમાં શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન
ઓપરેશન ”કમળ” સુરતમાં : CR પાટીલ અને એકનાથ શિંદે વચ્ચે ઘરેબો હોવાની પણ ચર્ચા !!
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને વધુ એક ઝટકો, ED એ દાખલ કર્યો કેસ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત: કોર્પોરેટરના ભાઇ દ્રારા ટ્રેનની ટિકિટની કાળાબજારીનો વીડિયો વાયરલ
Next Article સુરત: BJPના કાર્યકરે પૈસા લીધા, ટિકિટ માંગતા શ્રમિકનું માથું ફોડ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up