સઉદી અરેબીયાએ જાહેરાત કરી હતી કે યાત્રીઓ સુરક્ષિત રીતે હજ પઢી રહ્યા છે અને અત્યાર સુધીમાં કોવિડ-૧૯ અથવા તો કોઈ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સર્જાઈ નથી.સઉદીના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ અબ્દુલ્લા અલીએ શુક્રવારે એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે સમગ્ર હજ દરમ્યાન સ્વાસ્થ્ય સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
આ દરમ્યાન હજ સિકયુરિટી ફોર્સિસ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે પરવાનગી વગર હજ કરવાનો પ્રયત્ન કરનાર ર૦પ૦ લોકોની અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે સઉદી સરકારે કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીઆ વર્ષે હજયાત્રીઓની સંખ્યા ૧૦૦૦સુધી મર્યાદિત કરી દીધી છે.