વલસાડમાંથી 2 વર્ષ પહેલા એક 12 વર્ષીય બાળક ઘરેથી ભાગી ગયો હતો.ત્યારે 21 જાન્યુઆરીના રોજ પટનાથી મળેલ વિગતના આધારે કે.,12 વર્ષનો બાળક જે આજથી 2 વર્ષ પહેલા વલસાડથી પોતાના ઘરેથી ભાગી ગયો હતો જેનું આજરોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ વલસાડના પ્રયાસથી પોતાના કુટુંબ સાથે પુન:મિલાપ કરાવવામાં આવ્યો છે.નોંધનીય છેકે,આ બાળક અત્યારસુધીમાં 5મી વખત ઘરેથી ભાગી ગયો હતો.
વલસાડ જિલ્લામાં બાળ સુરક્ષા અંતર્ગત જુવેનાઈલ જસ્ટીસ એકટ 2015 મુજબ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ કાર્યરત છે.12 વર્ષીય બાળક મિહિર (નામ બદલેલ છે) જે વલસાડમાં પોતાના મમ્મી પપ્પા અને ભાઈ બહેન સાથે રહતો હતો અને કુટુંબિક પ્રશ્નોથી પરેશાન હોય ઘરેથી વારંવાર ભાગી જતો હતો. બે વર્ષ પહેલા તે ઘર છોડીને જતો રહ્યો હતો અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેના આધારે બાળક પટનાના બાળગૃહમાં હોવાનું જાણવા મળ્યું હતું.જિલ્લા બાળ કલ્યાણ સમિતિ વલસાડ દ્વારા પટનાની જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સંપર્ક કરી બાળકના માતા-પિતા વલસાડ ખાતે રહેતા હોય તેઓની ચકાસણી કરાવી આજ રોજ બાળકને પટનાથી વલસાડ સુરક્ષા અંતર્ગત જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતું.
જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકના વાલી શોધી તેઓને આજે જ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર રાખી બાળક તેઓનું જ તેવા તમામ દસ્તાવેજો ચકાસી બાળકને જરૂરી કાઉન્સીલીગ સાથે માતાપિતા સાથે કુંટુબમાં પુન:સ્થાપન જિલ્લા બાળ કલ્યાણ સમિતિ વલસાડ દ્વારા કરવામાં આવ્યુ છે.જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ એક ટીમ થઈ બાળ સુરક્ષા અંતર્ગત આવી નોંધનીય કામગીરી કરી એક્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડયુ છે.