બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટિમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન અ.હે.કો. ચિરાગકુમાર જ્યંતીલાલ અને પો.કો. અમરતજી રાઘાજી નાઓને સયુંકત રાહે બાતમી મળી હતી કે તાતી ઝગડા ગામે રોડ ફળિયામાં રહેતી અને વિદેશી દારૂની લિસ્ટેડ બુટલેગર ભારતીબેન જયેશભાઇ રાઠોડએ વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મગાવી તેના રહેઠાણ મકાનના વાડામાં રાખેલ છે.જે બાતમી આધારે પોલીસે રેડ કરી સંતાડી રાખેલી 292નંગ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી.ઘટનાસ્થળેથી મહિલા બુટલેગર ભારતીબેન જયેશભાઇ રાઠોડ ની અટકયાય કરી 30,400 નો વિદેશી દારૂ કબ્જે કરી દારૂ પહોંચાડનાર મહિલા નીતાબેન પ્રભુભાઈ પટેલ (રહે.બલેશ્વર ગામ ઇસરોલી ફળીયા)ને વોન્ટેડ જાહેર કરી હતી.