બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે રેલ્વે ફાટકની બાજુમાં આવેલ રાધેક્રીષ્ણા રેસીડેન્સીમાં આવેલ બે માળના મકાનમાં ટાટા જેન્યુન કંપનીના માર્કવાળી ડોલોમાં કેમીકલ ભરીને વેચાણ કરતા હોવાની બાતમી પલસાણા પોલીસને મળતા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતા 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરી જાણવાજોગ ફરીયાદ દાખલ કરી હતી.મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકા પોલીસ સ્ટાફ ના માણસો ગુરુવારે રોજ દસ્તાન ફાટક નજીક પેટ્રોલીંગમાં હતી.ત્યારે પોલીસને અંગત રાહે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના દસ્તાન ગામે રેલ્વે ફાટકની બાજુમાં આવેલ રાધેક્રીષ્ણા રેસીડેન્સી ના પ્લોટ નંબર 204-205 ૫૨ આવેલ બે માળના મકાનમાં ટાટા જેન્યુન કંપનીના માર્કાવાળી ડોલોમાં કેમીકલ ભરીને તેનુ વેચાણ કરી રહ્યા છે જે બાતમી આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતા મકાન માંથી ટાટા જન્યુન તથા ઇકો મેક્ષ કંપનીના ડીઝલ એક્સઝોસ્ટ ફ્યુડના માર્કા વાળી 20 લીટર,10 લીટર તેમજ 5 લીટરની ટોટલ 440 નંગ ખાલી ડોલો તેમજ પ્લાસીટકની નાની ટાંકીઓમાં યુરીયાયુક્ત પ્રવાહી તેમજ નિમ કોટેડ યુરીયા ખાતર ખાલી બેગો અને ઇન્ડસ્ટ્રીઝ RO કંટ્રોલર વગેરે મળી કુલ 1,37,725 રૂપીયાનો મુદ્દામાલ પલસાણા પોલીસે કબજે કરી સ્થળ પરનું કેમીકલ ને લેબટેસ્ટડ માટે મોકલી આપી જાણવાજોગ દાખલ કરી આગળની તજવીજ હાથધરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલે કમલેશભાઈ મોતિરામ ઢાકા અને દયારામ મોતિરામ ઢાકા આ બને ભાઈનો ટાટા કંપની એક્ઝોલ્ટ ફ્યૂલ્ડ વાળી ખાલી ડોલ લાવી તેમાં યુરિયા યુક્ત પ્રવાહી અને અન્ય કેમિકલ નાખી ડુપ્લીકેટ એક્ઝોલ્ટ ફ્યૂલ્ડ બનાવી ઉંચા ભાવે વેચાણ કરતા હોવાનું જણાઈ આવ્યું હતુ પોલિસે આ અંગે ટાટા કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવાની તજવીજ હાથધરી છે.