[weather_data]
Breaking News
TRENDING NEWS

પલસાણાના બલેશ્વર નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

[updated_date] [post_views]

Table of Content

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં કાલાઘોડા નજીકથી પલસાણા પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક શખ્સને વોંટેડ જાહેર કરી કુલ 2.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસની ટીમ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બલેશ્વર ગામની સીમમાં કાલાઘોડા મીલની સામે વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન એક ભૂરા કલરનો ટેમ્પો આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી.જોકે ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગવા લાગતાં પોલીસે તેનો પીછો કરી તેને રીલીફ હોટલની સામે અટકાવ્યો હતો.અને ટેમ્પો ચાલક કમલેશકુમાર માલારામભાઈ બિશ્નોઈ (રહે, જોળવા રેસીડન્સી, તા-પલસાણા) ને ઝડપી પાડ્યો હતો.પોલીસે ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 42 નંગ બોટલ કિંમત રૂ, 43,200, તથા ટેમ્પો નંબર જીજે-23-એક્સ-2274 કિંમત રૂ. 2 લાખ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ. 1000 મળી કુલ 2,44,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અસલમ શાહ (રહે, જોળવા રેસીડન્સી, તા-પલસાણા) ને વોંટેડ જાહેર કરી પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles