બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં લીંગડ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં બેસી આઠમનો જુગાર રમતા પાંચ વ્યક્તિને પલસાણા પોલીસે ઝડપી પાડ્યા હતા.પકડાયેલ વ્યક્તિ પાસેથી પોલીસે રોકડા 2 લાખ મળી કુલ 2.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે જુગાર રમી રહેલ પલસાણાના મેહુલ ગૌસ્વામી (બાવાજી) ને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળતા તેમણે લીંગડ ગામની સીમમાં લીંગડથી વડદલા જતાં રોડ ઉપર આવેલ એક ખેતરની ઓરડી પાસે આંબાના ઝાડ નીચે બેસી આઠમનો જુગાર રમી રહેલ પાંચ વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. બલેશ્વર ગામે રહેતો ઝહીર સત્તાર શેખ નામનો વ્યક્તિ બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતો હતો.પોલીસે પકડાયેલ પાંચ વ્યક્તિઓ પાસેથી રોકડા રૂ. 2 લાખ તેમજ બે વાહનો મળી કુલ 2.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે પોલીસની રેડ જોઈ ભાગી જનાર પલસાણાના મેહુલ ગૌસ્વામી (બાવાજી) ને પોલીસે વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા
ભાવેશભાઈ દિનેશભાઇ વિસાવે (રહે, ચલથાણ, વિજયનગર, તા-પલસાણા)
આદર્શસિંગ અનિલસિંહ સિંગ (રહે, પ્રાચી હાઇટ્સ, ચલથાણ, તા-પલસાણા, મૂળ રહે, યુ.પી)
અલ્પેશ મહેશભાઇ રાઠોડ (રહે, નવસારી દશરા ટેકરી, જી-નવસારી)
ઝહીર સત્તારભાઈ શેખ (રહે, બલેશ્વર, ખાડીફળિયું, તા-પલસાણા)
દશરથભાઈ નાનુભાઈ રાઠોડ (રહે, બલેશ્વર ગામ, ખાડી ફળિયું, તા-પલસાણા)