બારડોલી : દેશના યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે ઝડપી પાડ્યું છે.બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે પલસાણા તાલુકાનાં સાંકી ગામે આવેલ એક ફ્લેટમાંથી 1142.74 કિલોગ્રામ ગાંજો કિંમત રૂ. એક કરોડ 14 લાખ 63 હજાર 500 ના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લાવી ફ્લેટમાં સંગ્રહ કરી સુરત શહેર તેમજ જિલ્લામાં તેનું છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું નેટવર્ક ઝડપાયું છે.પલસાણા તેમજ એસઓજી પોલીસની ટીમે સંયુક્ત બાતમીના આધારે સાંકી ગામે આવેલ શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે રેડ કરી હતી. રેડ દરમ્યાન ફ્લેટમાંથી 1,14,63,500ની કિંમતના 1142.74 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.ઓડિશાના ગંજામથી ટ્રાન્સપોર્ટ મારફતે લવાતો ગાંજો એપાર્ટમેન્ટના ફ્લેટમાં રખાયો હતો. મુખ્ય સુત્રધાર પકડાયા પછી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. તેમજ પલસાણા પોલીસને મળેલી બાતમીના આધારે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી.એસઓજી પોલીસની ટિમ રાત્રિના સમયે બાતમીના આધારે સાંકી ગામ,લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર 204 માં રેડ પાડી હતી. પોલીસને રેડ દરમિયાન સવા કરોડની અંદાજે કિંમતનો 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો. સાથે જ એક આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસે ફ્લેટને કોર્ડન કરીને રેડ કરી હતી.જેમાં ફ્લેટમાં અંદર તપાસ કરતાં ગાંજાની 32 ગુણ મળી આવી હતી.કોથળામાં ભરેલા મોટા પ્રમાણમાં રહેલા ગાંજાના જથ્થાને પોલીસે સીઝ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.સાથે જ પોલીસે મુદ્દામાલમાં આરોપીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ ગાંજાના જથ્થા સાથે બિકાસ બુલી ગૌડા ઉ.વ.19 રહે હાલ-કતારગામ, ઉત્કલ નગર,રેલ્વે લાઇન પાસે, ઝુપડપટ્ટી, સુરત શહેર. મુળરહે-ચટુલા ગામ,તલાસાહી મહોલ્લો, પોસ્ટ -કેનડુપદર,થાના-ગાંગપુર, જિ-ગંજામ, ઓડિશાને પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ગાંજાનો જથ્થો સુરત શહેર તેમજ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સપ્લાય કરાતો
ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સમગ્ર ગાંજાનો જથ્થો પલસાણાના સાંકી ગામે લવાતો હતો. અને ત્યાં એક ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી,સુરત શહેર,જિલ્લામાં તેમજ વડોદરા,ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.હાલ પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે માસ્ટર માઈન્ડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
કબ્જે કરાયેલ મુદ્દામાલ
(1) ગાંજો જેનું કુલ વજન 1142.74 કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા 1,14,27,400
(2) મોબાઈલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 5500
(3) અંગઝડતીના રોકડા રૂપિયા 750
(4) સુઝુકી કંપનીની એક્સેસ કિંમત રૂપિયા 30 હજાર
વોન્ટેડ આરોપી
(1) માલ મંગાવનાર :- વોન્ટેડ – બાબુ નાહક રહે-કતારગામ,ઉત્કલ નગર,સુરત. મુળરહે-સચીના, થાના- કોદલા, જિ-ગંજામ,ઓડિશા
(2) માલ મંગાવનાર :- વોન્ટેડ – વિક્રમ મગલુ પરીદા ઉર્ફ વિક રહે-કતારગામ, ઉત્કલ નગર,સુરત, મુળ રહે-સચીના, થાના-કોદલા,જિ-ગંજામ,ઓડિશા
(3) માલ આપનાર :- સીબરામ નાહક મુળરહે-સચીના,થાના-કોદલા,જિ-ગંજામ,ઓડિશા