બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં હરિપુરા ખાતે RTO ના અધિકારીઓ દ્વારા સ્થાનિકોને હેરાનગતિ કરવા બદલ સરપંચ તેમજ ગામના સ્થાનિકો સાથે RTO ના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લોકટોળુ એકઠું થયું હતું.
આ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજરોજ પલસાણાના હરિપુરા ગામ ખાતે સુરતથી કડોદરા ખાતે જતાં હાઇવે ઉપર હરિપુરા ગામના સ્થાનિકો અને સરપંચ સાથે RTO ઇન્સ્પેકટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી સમગ્ર હકીકત એ રીતની હતી કે RTOના ઇન્સ્પેકટર દ્વારા હરીપૂરાના સ્થાનિક લોકોને ત્રણ દિવસથી સર્વિસ રોડ ઉપર મોટરસાયકલ લઈને જનાર વ્યક્તિઓને રોકીને સતત હેરાનગતિ કરતા આજરોજ ગામના સ્થાનિકોએ હોબાળો કર્યો હતો અને આ વાતની જાણ હરિપુરાના સરપંચને થતા તેઓ ત્યાં પહોંચતા વાતાવરણ અતિ ઉગ્ર બન્યું હતું જેને પગલે RTOના કોઈ કર્મચારી દ્વારા સરપંચને લાકડાનો ફટકો લઈને મારવા દોડ્યો હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો હતો તો બીજી તરફ અનેક લોકોએ પણ ફરિયાદ કરી હતી કે કોઈપણ કાયદાનો ભંગ નહિ કરવા છતાં અને કોઈ ગુન્હો ન કર્યો હોવા છતાં RTO દ્વારા હેરાન ગતિ કરવામાં આવી રહી છે જોકે આ મામલે લોકોનું ટોળું એકઠું થઈ જતા ટ્રાફિક પણ જામ જોવા મળ્યું હતું. આ મામલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે પગલે સ્થાનિક કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘટના સ્થળે પહોંચી લોક ટોળાને છૂટું પાડ્યું હતું અને ટ્રાફિક હળવું કર્યું હતું.


