બારડોલી : સુરત જિલ્લાના પલસાણા ખાતે ભીંડી બજારમાં આવેલ નટરાજ એપાર્ટમેંટના ચોથા માળેથી નીચે પટકાયેલ 7 વર્ષીય બાળકને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા ખાતે ભીંડી બજારમાં નટરાજ એપાર્ટમેંટમાં રહેતા કનૈયા પ્રસાદનો 7 વર્ષીય પુત્ર અર્જુન બિલ્ડીંગના ચોથા માળેથી આકસ્મિક રીતે નીચે પડી ગયો હતો.જેને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.