7 લાખથી વધુ કામદારો આ વિસ્તારમાં ફરજ બજાવે છે
બારડોલી
કોરોના ઇફેકટને લઈ સુરત જીલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક એકમ ધરાવતા પલસાણા તાલુકામાં રવિવારથી ત્રણ દિવસ માટે 400થી વધુ ડાઈંગ પ્રિંટિંગ યુનિટ અને ટેક્ષટાઇલ યુનિટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રવિવારના રોજ કોરોના વાઇરસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુ રાખવા માટે અપીલ કરી છે. જેને લઈને સુરત જિલ્લામાં પણ પ્રજાને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ બંધના નિર્ણયમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ઔદ્યોગિક એકમો રવિવારથી આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પલસાણા તાલુકામાં સુરત જિલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. 180 થી વધુ ડાઈંગ પ્રિંટિંગ યુનિટ અને ટેક્ષટાઇલ યુનિટ મળી કુલ 400 થી વધુ નાના મોટા એકમો આવેલા છે. આ તમામ યુનિટ બંધ રહેશે. અંદાજિત 7 લાખથી વધુ કામદારોને ઘરમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જો પરિસ્થિતી વિકટ બને તો આગામી દિવસો આ બંધમાં વધારો પણ કરાય તેમ છે. આ ઉપરાંત કડોદરા નગર વિસ્તારમાં હોટલ તેમજ તમમાં બજાર પણ બંધ રાખવા જણાવાયું છે.
પલસાણામાં 400 થી વધુ ઔદ્યોગિક એકમો આગામી 3 દિવસ માટે બંધ

Leave a Comment